કોરોનાના મહારોગ સામે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે, દેશની સાથે ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ના કેસો વધી રહ્યા છે, ત્યારે લીંબડીમાં પણ કોરોના કેસોનું સંક્રમણ વધતા તંત્રના અધિકારીઓ સાથે વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ ની સોમવારે સાંજે બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં ડેપ્યુટી કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકી, મામલતદાર આર.એલ.કનેરિયા, લીંબડી પીએસઆઈ નીતાબેન સોલંકી, આરોગ્ય અધિકારી જૈમીનકુમાર ઠાકર, તાલુકા વિકાસ અધિકારી ભુવાત્રા તેમજ અધિકારીઓ અને વેપારી પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, બેઠકમાં માસ્ક ફરજીયાત પહેરવું, સેનિટાઈઝરનો વધુ ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાલન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો, આ તકે વેપારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ બાબતે જાગૃતિ પણ ખૂબ જ જરૂરી છે તેમજ માસ્ક ન પહેરનાર લોકોને પોલીસ દ્વારા દંડ સહિતની કડક કાર્યવાહી હાથ ધરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

 દિપકસિંહ વાઘેલા