શુક્રવારે સાંજે 56 ભોગ અન્નકૂટ દર્શન શનિવારે હનુમાન ચાલીસાના 416.7 પાઠ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના હાર્દ સમા ડો યાજ્ઞિક રોડ ડો દસ્તુર માર્ગ જાગનાથ પોલીસ ચોકી – પાસે ભૂદેવ સેવા સમિતિ આયોજીત સતત સોળમા વર્ષે રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના પાંચમા દિવસની મુખ્ય મહાઆરતીમાં જે.એ. બારોટ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સુસ્મિતાબેન ગાંગુલી, બંગાળી એસોસિએશન, રાજકોટ તેમજ મનિષાબેન ભરાડ, એસ.પી. ઓફિસ, રાજકોટ, વોર્ડ 7ના કોર્પોરેટર અને પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી ડો. દેવાંગભાઈ માકડ, વોર્ડ સાતના પ્રમુખ કૌશિકભાઇ ચાવડા, દીપકભાઈ પારેખ, દર્શનભાઈ ભીલ, કેતનભાઈ ઝરીયા, સંદીપભાઈ ડોડીયા, એડવોકેટ કિરીટભાઈ ગોહિલ, બ્રહ્મસમાજના ઉદ્યોગપતિ સ્મિતલભાઈ ત્રિવેદીઅનેતેઓના પત્ની લતાબેન ત્રિવેદી, બ્રહ્મ યુવા અગ્રણી વિશ્વેશભાઈ ત્રિવેદી, બ્રહ્મસમાજના મહિલા અગ્રણી અને પત્રકાર મીરાબેન ભટ્ટ, પાટીદાર સમાજના યુવા અગ્રણી યશભાઈ પટેલ, ઉમંગભાઈ પટેલ, મિતેષભાઈ કલોલ, વલ્લભભાઈ પટેલ, હિતેશભાઈ પાટીદાર, મનોજભાઈ કોરાટ, સંજયભાઈ રાદડિયા, રઘુવંશી સમાજના યુવા અગ્રણી સોમીલભાઈ ઠકરાર, જયભાઈ રાયમગીયા, લોહાણા સમાજના ઉદ્યોગપતિ ચેતનભાઈ ગણાત્રા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તથા પરશુરામ ધામના જયેશભાઈ ભટ્ટ, હિરેનભાઈ શુક્લ, ધ્રુવભાઈ શુક્લ, જ્યોતીન્દ્રભાઈ પંડ્યા, જીતેનભાઈ શુક્લ, હેમલભાઈ રાવલ, રાજેશભાઈ વ્યાસ, આહીર સમાજના યુવા આગેવાન સહદેવભાઈ બોરીચા, અશોકભાઈ યાદવ સહિતના માહનુભાવો હાજર રહી મહા આરતીનો લાભ લીધો હતો. આજે સાંજે રાજકોટ કા મહારાજાના પંડાલ ખાતે ભગવાન દત્ત બાવનીના પાઠનું આયોજન કરવા આવ્યું છે. સાર્વજનિક ગણેશ મહોત્સ્વને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે..