નાના કિરાનાની સપ્લાય ચેઈન જેવા બીઝનેસ ટુ-બીઝનેસ મોડેલમાં કંપની ‘ટ્રીમીંગ’ના માર્ગે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં રીટેલ ક્ષેત્રે એક નવા પ્રાઈઝવોર સાથે નંબર-વન બનવા ભણી આગળ વધી રહેલી રીલાયન્સ રીટેલે હવે તેના બીઝનેશ-ને કોન્સોલીટેડ કરવા માટે નવા હ્સ્તગત કરેલા બીઝનેસ-ટુ બીઝનેસ ફાર્મરમાં છટણીનો દૌર શરૂ કર્યો છે અને હાલ 1000 કર્મચારીઓને લે-ઓફ અપાયા છે તથા આગામી દિવસોમાં વધુ મોટાપાયે છટણી થશે તેવા સંકેત છે.
રીલાયન્સ રીટેલના જીયો માર્ટ બીઝનેસમાં હાલ 15000 જેટલા કર્મચારીઓ છે.જેમાં હવે વર્ક ફોર્મ ઘટાડવા જઈ રહી છે અને તેના આ બીઝનેસ ટુ બીઝનેસ ક્ષેત્રમાં છટણી આવશે તેવા સંકેત છે. રીલાયન્સ જીયો માર્ટએ તેના 500 એકઝીકયુટીવ સહીતના 1000 કર્મચારીઓને રાજીનામાં આપવા જણાવી દીધુ છે. કંપનીએ પર્ફોમન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન અમલમાં મુકયો છે અને તેમાં વધુ છટણી આવશે. કંપનીએ આ ઉપરાંત સેલ્સ વિભાગના કર્મચારીઓના પગાર ઘટાડીને ફીકસ પે સ્કીમ મુકયા છે.