કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડીને…
રવિવારે સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો, T20 ક્રિકેટમાં 8000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો, તેણે મહાન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. એક મહત્વપૂર્ણ IPL મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ કરતા, રાહુલે સ્ટાઇલમાં આ સીમાચિહ્ન પૂરો કર્યો. છઠ્ઠી ઓવરમાં કાગીસો રબાડાની બોલ પર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. તેણે ફક્ત 224 T20 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી, જે કોહલીના 243 કરતા 19 ઓછા છે.
- Advertisement -
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટર કેએલ રાહુલે ફરી એકવાર સાબિત કરી દીધુ કે, તે ટી20 ક્રિકેટનો સૌથી વિશ્વસનીય અને ક્લાસિક બેટર છે. રાહુલે આ મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી.
આઈપીએલમાં પાંચમી સદી
આઈપીએલ 2025માં કેએલ રાહુલની આ પાંચમી સદી છે. જ્યારે ટી20 કારકિર્દીમાં સાતમી સદી ફટકારી છે. કેએલ રાહુલના ટી20 ફોર્મેટમાં આક્રમક અંદાજે તેની લોકપ્રિયતા વધારી છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટરમાં કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. જ્યારે વિરાટ કોહલી પહેલાં અને રોહિત શર્મા બીજા ક્રમે છે.
- Advertisement -
ટી20માં સૌથી વધુ સદી બનાવનારા બેટર
ક્રિકેટર | સદી |
વિરાટ કોહલી | 9 |
રોહિત શર્મા | 8 |
કેએલ રાહુલ | 7 |
અભિષેક શર્મા | 7 |
આઈપીએલમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેન
બેટ્સમેન | સદી |
વિરાટ કોહલી | 8 |
જોસ બટલર | 7 |
ક્રિસ ગેલ | 6 |
કેએલ રાહુલ | 5 |
ટી20 ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા
કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે 8000 રન ફટકારવાની સાથે વિશ્વનો ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. રાહુલે માત્ર 224 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે વિરાટ કોહલીએ 243 ઈનિંગ્સમાં અને મોહમ્મદ રિઝવાને 244 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ (213 ઇનિંગ્સ) પ્રથમ સ્થાને છે અને પાકિસ્તાનનો બાબર આઝમ (218 ઇનિંગ્સ) બીજા સ્થાને છે. કેએલ રાહુલે ઘરેલુ ટી20, આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં આ રન ટાર્ગેટ હાંસલ કર્યો છે.