By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    23 hours ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    24 hours ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    6 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    23 hours ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    24 hours ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    24 hours ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    23 hours ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    3 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    5 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસંગીત વડે પ્રજાનાં હૈયે હિલોળા લેતાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > લોકસંગીત વડે પ્રજાનાં હૈયે હિલોળા લેતાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી
AuthorParakh Bhattરાજકોટ

લોકસંગીત વડે પ્રજાનાં હૈયે હિલોળા લેતાં લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 1:31 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

સિલેબ્રિટી હોઇએ ત્યારે બીજાને મોટા સપના દેખાડવા એ સરળ વાત છે, પરંતુ સામેવાળાને વાસ્તવિકતા સમજાવીને એ છકી ન જાય એવી સલાહ આપવી એ સાચા કલાકારની નિશાની છે

  • પરખ ભટ્ટ

સવારે લગભગ દસેક વાગ્યે સંગીતનાં ‘સ્વર’ સમાન કીર્તિદાનભાઈનાં ઘેર પહોંચીને જોઉં છું તો બગીચાનાં આગળનાં ભાગમાં ઝૂલા પર બેસીને તેઓ ચાની ચૂસકી લઈ રહ્યા હતાં. 24-25 વર્ષનાં એક નવયુવાન સાથે કશીક ચર્ચાઓ ચાલી રહી હતી. એ વ્યક્તિને લોકસંગીતમાં રસ હોય એવું લાગ્યું. કીર્તિદાનભાઈને કહે કે મારે ડાયરાઓ કરવા છે. એનાં ઘર-પરિવારની વિગતો જાણ્યા બાદ ખબર પડી કે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી.

દસ હજારમાંથી ફક્ત દસ યુવાનો સંગીતનાં ક્ષેત્રમાં નામ-દામ કમાઈ શકે છે, પણ એનાં માટે કંઈ નોકરી કે ઘરવાળાનો ભોગ થોડો આપી દેવાય!? નાના પ્રોગ્રામોથી શરૂઆત કર. પૂરતો અનુભવ મેળવ. સાથોસાથ એક સારી નોકરી પણ શરૂ કરી દે, જેથી કદાચ ભવિષ્યમાં તને એવું લાગે કે ડાયરો કરીને પેટ નહીં ભરી શકાય દર મહિને નોકરીમાંથી આવતો પગાર તારા ઘરનું ગુજરાન ચલાવી શકે! બે દિવસ પછી મને ફોન કરજે. હું તારા માટે નોકરીની ભલામણ કરી આપું છું. કીર્તિદાનભાઈએ પેલા યુવાનને સમજાવતાં કહ્યું.

- Advertisement -

સિલેબ્રિટી હોઇએ ત્યારે બીજાને મોટા સપના દેખાડવા એ સરળ વાત છે, પરંતુ સામેવાળાને વાસ્તવિકતા સમજાવીને એ છકી ન જાય એવી સલાહ આપવી એ સાચા કલાકારની નિશાની છે. કીર્તિદાનભાઈની વાત સાંભળીને પેલા યુવાને હરખાતાં-હરખાતાં એમનાં ઘેરથી વિદાય લીધી. અને અમારી વાતનો દૌર આગળ વધ્યો. કીર્તિદાન ગઢવી. ગુજરાતીઓનાં હૈયે વસી ગયેલું એક એવું નામ, જેનાથી દુનિયાનાં ખૂણેખૂણામાં વસેલો ગુજરાતી સારી રીતે વાકેફ છે. આણંદ જિલ્લાનાં વાલોળ ગામમાં જન્મેલા કીર્તિદાનભાઈએ વલ્લભ વિદ્યાનગરની એક કોલેજમાં બી.કોમ. શરૂ કર્યુ. મૂળ તો સંગીતનો જીવ એટલે બે વર્ષ પૂરા કર્યા બાદ ભણવામાંથી રસ ઉડી ગયો.

1995ની સાલમાં એમણે વડોદરાની મહારાણા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લેવાનું નક્કી કર્યુ. એ સમયે રાજેશ કેલ્કર, ભરતભાઈ મહંત, ઇશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીતજ્ઞો પાસેથી એમણે સંગીતનાં ‘સા, રે, ગ, મ’ શીખ્યા. ત્યારબાદ એમણે ધોળકિયા મ્યુઝિક કોલેજ, સિંહોર ખાતે નોકરી સ્વીકારી. એ દરમિયાન ભાવનગરનાં સંગીતકાર સ્વ. શ્રી ઇશ્વરદાનભાઈ ગઢવી સાથે એમની મુલાકાત થઈ. બે વર્ષ સુધી કીર્તિદાનભાઈએ એમની એમણે અલગ-અલગ ડાયરાઓ કર્યા. રાજકોટ, મોરબી, જેતપુર સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળો પર પ્રોગ્રામ કર્યા બાદ હવે રાજકોટમાં સ્થિર થવું પડશે એવું કીર્તિદાનભાઈને લાગ્યું. ઘરમાંથી માતા-પિતાનો થોડો વિરોધ હતો કે કીર્તિદાનભાઈ સંગીતક્ષેત્રે આગળ ન વધે તો સારું! કારણકે એમાંથી કોઇનાં રોટલા ન નીકળી શકે. આમ છતાં કીર્તિદાનભાઈએ મક્કમ મને રાજકોટ આવી જવાનો નિર્ણય જણાવ્યો. એક હાસ્યાસ્પદ પ્રસંગ યાદ કરતાં તેઓ જણાવે છે કે, એ સમયે ગુજરાતમાં વરસાદ ખૂબ પડ્યો હતો.

મીડિયાનાં લોકો હાથમાં માઇક પકડીને પૂછતાં કે, પૂર જેવી આ વિષમ પરિસ્થિતિમાં આપને કેવું લાગી રહ્યું છે! પ્રત્યુત્તરમાં ગુજરાતી પ્રજા એમને પોતાની વ્યથા જણાવતી. નોકરી-ધંધા પડી ભાંગ્યા છે, ઘરમાં પાણી ઘુસી ગયા છે, છોકરાઓ સ્કૂલે નથી ગયા, વગેરે, વગેરે. બીજી બાજુ, રાજકોટનાં લોકોને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જણાવ્યું કે અમને તો ખૂબ મજા પડી રહી છે. આવો વરસાદ તો વારંવાર પડવો જોઇએ. રાજકોટવાસીઓનો આ ઉત્સાહ કીર્તિદાનભાઈને પસંદ પડ્યો. આખરે રાજકોટમાં જ વસવાટ કરવાનું નક્કી થયું. ડાયરાઓ ચાલુ હતાં અને નોકરી પણ ! 2003માં એમનાં લગ્ન સોનલબેન સાથે થયા હતાં. 2006માં જ્યારે તેઓ સપરિવાર રાજકોટ આવ્યા ત્યારે તેમનો દીકરો કૃષ્ણ ફક્ત આઠ મહિનાનો હતો. આમ છતાં, સોનલબેને ઘરની બધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડી, કીર્તિદાનભાઈને સંગીતક્ષેત્રમાં કરિયર બનાવવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી.

- Advertisement -

દરેક કલાકારનાં જીવનમાં એક ક્ષણ એવી આવતી હોય છે, જ્યાં દરેકને એમની સફળતા અને સ્ટારડમનો અહેસાસ થતો હોય છે. 2005 પછી કચ્છમાં મહિનાનાં દસથી પંદર પ્રોગ્રામો કીર્તિદાનભાઈ કરતાં. એવું કહેવાય છે કે કચ્છની પ્રજા ખૂબ સંગીતપ્રેમી અને સંગીતની પારખું છે. ત્યાં સફળ થયેલો વ્યક્તિ દુનિયાનાં એકેય ખૂણામાં પાછો ન પડે! કચ્છમાં કીર્તિદાનભાઈને શ્રોતાઓનો પ્રતિસાદ ખૂબ સારો સાંપડ્યો. એ વખતથી કીર્તિદાનભાઈ સફળતાનાં સોપાનો ચડતાં ગયા.
કીર્તિદાનભાઈનો ડાયરો માણતાં લોકોને બરાબર ખ્યાલ હશે કે તેઓ લોકસંગીતને પણ નવા અંદાજમાં આજની પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંગીતનાં પ્રકારો ભલે અલગ-અલગ હોય, પરંતુ તેનાં થકી અનુભવાતી લાગણીઓ તો એકસમાન જ હોય છે. ગુજરાતી લોકડાયરો એવી બાબત છે, જે સદાકાળ યુવાન જ રહેશે. યંગ-જનરેશન લોકસંગીત તરફ વળ્યું છે. ‘લાડકી’ ગીત એ આનું જીવંત ઉદાહરણ છે.

‘લાડકી’ જ્યારે ગવાયું ત્યારે આ ફ્યુઝન સોંગ માટે સૌ કોઇ આશાસ્પદ હતાં. ગણતરીનાં દિવસોમાં તે આખા ઇન્ટરનેટ પર ફરી વળ્યું. લોકોએ ખૂબ માણ્યું, વખાણ્યું. એનો એક કિસ્સો યાદ કરતાં કીર્તિદાનભાઈ જણાવે છે કે ઓસ્ટ્રેલિયામાં પ્રોગ્રામ હતો. ત્યાંના એક પરિવારે એમને પોતાનાં ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. વાત એવી હતી કે, પર્થમાં રહેતાં એ પરિવારની આઠ મહિનાની દીકરી દરરોજ ‘લાડકી’ સાંભળ્યા બાદ જ સૂઇ શકતી. તેનું અવસાન થઈ ગયું. એમનાં પરિવારજનોની ઇચ્છા હતી કે કીર્તિદાનભાઈ ઘેર આવીને દીકરીનાં ફોટોની સામે દીપ પ્રગટાવીને ‘લાડકી’ સંભળાવે તો એનો મોક્ષ થઈ જાય! કીર્તિદાનભાઈ ત્યાં ગયા અને લાડકી ગાયું ત્યારે આખા પરિવારે ધ્રુસકે-ધ્રુસકે રડીને પોતાની વ્હાલુડી દીકરીને શ્રદ્ધાંજલિ આપી.

વેસ્ટર્ન મ્યુઝિકનું ચલણ ભલે ગમે એટલું વધી જાય પરંતુ લોકસંગીતનો સૂરજ ક્યારેય નહીં આથમે. એ શાશ્વત છે, અનાદિકાળથી ચાલ્યું આવે છે. સંગીતનાં અન્ય પ્રકારો પણ એમાંથી જ જન્મ્યા છે. એમાંય ચારણ-ગઢવી જ્ઞાતિનાં લોકોની જીભે તો સરસ્વતી માતા પોતે વસેલા છે! તેમને સરસ્વતીનાં પુત્ર, સરસ્વતીનાં ઉપાસક કહેવાય છે. લોકસંગીત તો એમની રગેરગમાં દોડે છે. ભવિષ્યમાં કીર્તિદાનભાઈ પરંપરાગત ગુજરાતી ગીતોને સાવ નવા અવતારમાં રજૂ કરવા જઈ રહ્યા છે.

(નોંધ : ‘સ્વર’ એ કીર્તિદાનભાઈનાં રાજકોટ સ્થિત ઘરનું નામ છે.)

You Might Also Like

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયાજી, ‘જિસ થાલી મેં ખાયા ઉસી મેં છેદ કીયા’ કોને કહેવાય ખબર છે?
Next Article સરકાર પોતાની પીઠ થાબડી રહી છે, પ્રજાએ છાતી કુટી લેવી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?