એક સમયે ચીનનું વફાદાર મનાતું કમ્બોજ ભારત તરફ જુવે છે
ખાસ-ખબર સંવાદદાતા
દક્ષિણ પૂર્વ એશિયામાં વિયેતનામની દ.પશ્ચિમે રહેલાં નાનકડાં રાષ્ટ્ર કમ્બોડિયાના રાજા નોરોડોમ સિંહમોની ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઇ કાલે મળ્યા હતા.
- Advertisement -
વડાપ્રધાન સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે તેમની સક્ષમતા વધારવા વિષે અને માનવ સંસાધન વિકાસ પ્રવાસન સાંસ્કૃતિક બાબતો તથા સંરક્ષણ સંબંધે પણ મંત્રણાઓ થઇ હતી. તેમ વડાપ્રધાને તેઓનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું. આ સાથે બંને દેશોએ પ્રાદેશિક અને બહુઆયામી મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેઓનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે તેઓની મુલાકાત બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.