ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત ડો. નલિન ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે ૨જી ઓક્ટોબરે પૂજ્ય બાપુની ૧૫૧મી જન્મ જયંતી રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૮૩૫ આંગણવાડી સેજા કચેરી, બ્લોક ઓફિસના ભવનોનું ઇ-લોકાર્પણ, ભૂમિપૂજન તથા નીતા એપ્લિકેશનનું લોન્ચિંગ અને માતા યશોદા એવોર્ડ વિતરણ તથા હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજાયો. પાંચ લાખ બહેનોએ હેન્ડ વોશિંગ કર્યું. સુંદર કામગીરી કરનાર ને એવોર્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

 


સાબરકાંઠામાં ૧૯૨ જગ્યાએ કાર્યક્રમો યોજાયા મુખ્ય કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે માતા યશોદા એવોર્ડ પ્રમાણપત્ર અર્પણ. કુપોષણ અને સ્વચ્છતા માટે શપથ લઈ સંકલ્પ બદ્ધતા વ્યક્ત કરી.

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ૫૦૦૦ સ્થળોએ પાંચ લાખ બહેનોએ હેન્ડ વોશિંગ કરીને અનોખી રીતે પૂજ્ય બાપુની જન્મ જયંતી ઉજવણી આ વર્ષે કરી હતી. એટલું જ નહીં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૧૦૦૧ જેટલા આંગણવાડી સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્માણનું ઇ-લોકાર્પણ ભૂમિપૂજન તથા નીતા (નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત મહાનુભવો અને આંગણવાડીની બહેનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને   અને ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઈ પંડયા અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા ડો. નલીનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આપણી ધરતીના પનોતા પુત્ર પૂજ્ય મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. પોતે  જાતે રૂમની સફાઇ કરતા તેમના પગલે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હાથમાં ઝાડું પકડીને જાતે સફાઇ કરી ગંદકીને દુર કરવાનું જે બીડું ઉપાડ્યું હતું તેમાં મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, સેલિબ્રિટી વગેરેએ આહવાનને ઉપાડીને સ્વચ્છતાના મિશનમાં ઉત્સાહભેર  જોડાયા હતા. તેના સારા પરિણામો મળ્યા છે આજે ૫૦૦૦ જગ્યાએ કાર્યક્રમો યોજાયા છે અને પાંચ લાખ બહેનો દ્વારા  ૭૦ સેકન્ડ હેન્ડ વોશિંગ કરવામાં આવ્યું છે. સાત સ્ટેપમાં ૭0 હેન્ડ વોશની વૈજ્ઞાનિક રીત ખરેખર અદભૂત છે.  આ સૌ બહેનોને દિલથી ખૂબ અભિનંદન પાઠવું છું. કારણ કે કોરોના મહામારીમાંથી હાથ વગો સરળ ઉપાયએ આ હેન્ડ વોશિંગ છે. આ સંદેશો આપણે છેક છેવાડાના માનવી સુધી પહોંચાડીએ.
માતા યશોદા એવોર્ડ થી આજે આંગણવાડી બહેનોને જિલ્લા કક્ષાનો એવોર્ડ તલોદ તાલુકાના રાયણિયા આંગણવાડી વર્કર પંચાલ આશાબેન અને રમાબેનને આપી સન્માન સાથે રૂ. ૩૧ હજાર અને બીજા ક્રમે રૂ. ૨૧ હજારના ચેકથી સન્માનિત કરાયા છે. તેઓ ભારતના ભૂલકાઓના ભાવિ ઘડતર અને પાયાના કાર્યકરો છે. સાબરકાંઠામાં ૧૩૬૫ જેટલી બહેનો બાળ ઘડતરમાં જોડાયેલી છે. આજે ૧૯૨ જગ્યાએ આ કાર્યક્રમો યોજાયા છે. બાળકોની સાર-સંભાળ રાખવી અને પોષણયુક્ત આહાર આપી તેનું જતન કરે છે. સંસ્કાર ઘડતર કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ પ્રવૃત્તિને વિશેષ ધ્યાન આપીશ નારી શક્તિનું ગૌરવ સાથે સશક્તિકરણ કરે છે. પ્રધાનમંત્રીશ્રી અને મુખ્ય મંત્રીશ્રી આ કામ સારી રીતે કરી રહ્યા છે. એકવીસમી સદીએ ઇન્ફર્મેશન ટેકનોલોજીની છે. તેમાં પાયાના કાર્યકરોની જોડીને ખૂબ મોટી સેવા કરી છે. આજે અહીં જિલ્લા વહીવટીતંત્ર અને મહિલા અને બાળ કલ્યાણ તથા અધિકારીઓ અને પદાધિકારીઓને પણ આ તબક્કે અભિનંદન સાથે બિરદાવું છું. સોશિયલ ડિસ્ટન્સ સાથે સુંદર આયોજન કર્યું છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રશ્મિભાઈ પંડયાએ રાજ્ય સરકારની કામગીરીની સરાહના કરી હતી અને આજનો આ હેન્ડ વોશિંગ કાર્યક્રમ આજના પુરતો સિમિત ન રહેતા સૌએ જીવનનો એક ભાગ બનાવી આ મહામારીમા કાયમ સાબુથી હાથ ધોવા અપીલ કરી હતી. તે ખુબ ઉપયોગી બની રહેશે. આઝાદી પછીનો આ જનઆંદોલનનો પ્રથમ સુંદર કાર્યક્રમ અને પાયાનો કાર્યક્રમ ગણાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને ઉજવણીનો ઉદ્દેશ પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગોસ્વામી એ સમજાવી કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય ભૂમિકા અદા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા અગ્રણીઓ જે.ડી. પટેલ નગરપાલિકાના પ્રમુખશ્રી અનિરુદ્ધ સોરઠીયા, જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, મહિલા અને બાળ કલ્યાણના અધિકારીઓ ,કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને હેન્ડ વોશિંગ કરતી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક સંદેશ અને ફિલ્મ નિહાળી હતી.

 

અહેવાલ : જગદીશ સોલંકી