અયાના રિન્યૂએબલ પાવર તથા ઓપેરા એનર્જી વિરુદ્ધ કલેક્ટર-પોલીસમાં અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ખેતરોની અંદર પવનચક્કી ઉભી કરી ઉર્જા એકત્ર કરવામાં આવે છે જે અત્યંત આવકારદાયક કામગીરી છે પરંતુ આ કામગીરી ક્યારેક અન્યને નડતરરૂપ બનતી હોય છે. હાલમાં જ આ અંગે એક વ્યક્તિ દ્વારા પવનચક્કીની કોન્ટ્રાક્ટ કંપની વિરુદ્ધ જંગ છેડવામાં આવી છે. ભગીરથસિંહ રામભાઈ બસીયાએ અમરેલી જીલ્લા કલેક્ટર તેમજ બાબરા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મોજે ગામ કર્ણુંકી, તાલુકો બાબરા, જીલ્લો અમરેલીના રે.સ.નંબર-213માં „ AYANA RENEWABLE POWER PRIVATE LTD s’p OPERA ENERGY PRIVATE LIMITED તથા ખેડૂત પથુ બસીયાના મીલાપીપણાથી પવનચક્કી ઉભી કરવામાં આવી છે. અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ગામ કર્ણુંકીના રેવન્યુ સર્વે નંબર-203 (જુનો રેવન્યુ સર્વે નંબર-56 પૈકી 2)ની કુલ ખેડવાણ જમીન હે.આરે ચો.મી. 1-21-58 ધારણ કરીએ છીએ અને સદર ખેડવાણ જમીનની પૂર્વ તરફ આવેલ રેવન્યુ સર્વે નંબર-213માં હંગામી બીનખેતી કરીને 3.5 મેગા વોટની મસમોટી પવનચક્કી ઉભી કરવામાં આવેલ છે જે પવનચકકી AYANA RENEWABLE POWER PRIVATE LTDના નામની કંપનીએ ઉભી કરેલ છે તથા તેમના કોન્ટ્રાક્ટરનું નામ OPERA ENERGY PRIVATE LIMITEDછે તથા ખેતીની જમીન વેચનારનું નામ પથુ બસીયા છે.
જ્યારે કોઈપણ ખેડવાણ જમીનમાં પવનચક્કી ઉભી કરવાની હોય ત્યારે સરકારી પ્રક્રિયાને અનુસરીને ગામના સરપંચશ્રી, મામલતદારશ્રી, કલેકટરશ્રી વિગેરે લાગુ પડતી કચેરીઓના એન.ઓ.સી. લેવાની હોય છે તેમજ આજુબાજુની ખેડવાણ જમીન ધરાવતા ખેડૂતોની સંમતિ લેવાની હોય છે જ્યારે આ પવનચક્કી ઉભી કરવામાં અમોની કોઈપણ સંમતિ લીધેલ નથી. આ ઉપરાંત આજુબાજુવાળાની સંમતિ ન લેવી પડે તે કારણે પવનચક્કી ઉભી કરેલ જમીનની આજુબાજુની વિગત દર્શાવતા ખોટા નકશાઓ બનાવડાવી ગુનાહિત કૃત્ય કરેલ છે.
સંમતિ ન લેવા માટે જગ્યાના બદલે રે.સ.નંબર-211ની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 0-43-22ને ખોટી રીતે અમોની ખેડવાણ જમીન જે હે.આરે.ચો.મી. 1-21-58 છે તેમ દર્શાવી ને અમોની સાથે તેમજ સરકારી રેકર્ડ ઉપર ખોટુ રેકર્ડ ઉભુ કરી અને તેને સાચુ દર્શાવી ગુનાહીત પ્રવૃતિ બધાએ ભેગા મળી એકબીજાના મીલાપીપણમાં ગુનાહીત કૃત્ય આચરેલ છે. આ પવનચક્કીની તેની સાઈઝ 3.5 મેગા વોટની છે જેની રોટર બ્લેડ 78 મીટર લાંબી હોય છે પવનચક્કીનો રોટર બેઈઝ અમારી જમીનની પૂર્વ બાજુ ફકત 60 મીટ2 52 આવેલ છે જેથી રોટર બ્લેડ અમારી જમીનની હવાઈ સીમાથી અંદર 18 મીટર અમારી જમીનમાં આવે છે. AYANA RENEWABLE POWER PRIVATE LTD તથા તેના કોન્ટ્રાકટર OPERA ENERGY PRIVATE LIMITED તથા ખેડૂત પથુ બસીયાની મીલાપીપણામાં ઉભી થયેલ આ પવનચક્કી આજુબાજુવાળા ખેડૂતો તથા અમોને ખૂબ જ નુકશાન થતુ હોય ભગીરથસિંહ રામભાઈ બસીયાએ આ અરજી કરી છે.
- Advertisement -
બનાવટી ફાઈલ બનાવી પવનચક્કીની સાઈઝ-લોકેશન ફેરવી નાંખ્યા
અયાના પાવર અને ઓપેરા એનર્જી દ્વારા ઉભી કરવામાં આવેલી પવનચક્કીની 78 મીટર રોટર (પાંખ)માંથી 18 મીટર રોટર (પાંખ) ભગીરથસિંહ બસીયાની જમીન પર આવે છે. જ્યારે પવનચક્કીનું કામ ચાલતું હતું ત્યારે જ ભગીરથસિંગ બસીયા દ્વારા પવનચક્કીની કંપની અને કોન્ટ્રાક્ટ એજન્સીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ ખેડૂત પથુ બસીયા સાથે મિલીભગત કરી અયાના પાવર અને ઓપેરા એનર્જીએ બનાવટી ફાઈલ બનાવી પવનચક્કીની સાઈઝ – લોકેશન ફેરવી નાખ્યા હતા જોકે તેમનું આ કૃત્ય છતું થઈ જતા ભગીરથસિંહ બસીયા દ્વારા અયાના પાવર અને ઓપેરા એનર્જી તેમજ ખેડૂત પથુ બસીયા વિરુદ્ધ ફરિયાદ કરવામા આવી છે.
NOC ન લેવી પડે તે માટે પ્રાથમિક સરવે કરી ખોટી ઊંખણ ફાઈલ બનાવી
કર્ણુંકી ગામે 3 ભાઈઓની 7.5 – 7.5 – 7.5 વીઘા જમીન આવેલી હતી. જે પૈકી એક ખેડૂત પથુ બસીયા પાસે સર્વે નં. 211ની 2.5 વીઘા અને સર્વે નં 213ની 5 વીઘા જમીન હતી જે તેણે અયાના પાવરને વેંચી હતી. અન્ય એક ખેડૂત પાસેથી 2017માં ભગીરથસિંહ બસીયાએ 7.5 વીઘા જમીન ખરીદી હતી. આ દરમિયાન અયાના પાવર અને ઓપેરા એનર્જી દ્વારા પવનચક્કી ઊભી કરવા પથુ બસીયા સાથે મિલીભગત કરી આસપાસના ખેડૂતોની એનઓસી ન લેવી પડે તે માટે પ્રાથમિક સર્વે કરી ખોટી કેએમઝેડ ફાઈલ બનાવી 2.5 વીઘા જમીન 7.5 વીઘા જમીનમાં દર્શાવી દીધી. આથી પવનચક્કીની રોટર (પાંખો) ભગીરથ બસીયાની જમીનમાં આવવા લાગી જેથી તેઓને કાયદાકીય કાર્યવાહી કરવાની આવશ્યકતા પડી.