કાંતારાની સફળતા બાદ હવે મેકર્સ ફિલ્મો નવો પાર્ટ કાંતારા ચેપ્ટર 1 લઈને આવ્યાં છે. ફિલ્મનો ટીઝર જોઈને ચોંકી જશો.
ફિલ્મજગતમાં કાંતારા ફિલ્મને મળેલા અપાર પ્રેમ બાદ મેકર્સ હવે ફિલ્મનો બીજો પાર્ટ કાંતારા ચેપ્ટર 1 લાવી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ આજે ફિલ્મનો પહેલો લુક અને તેનો ટીઝર રિલીઝ થઈ ગયો છે. જુઓ.
- Advertisement -
Step into the land of the divine 🔥
Presenting #KantaraChapter1 First Look & #Kantara1Teaser in 7 languages❤️🔥
▶️ https://t.co/GFZnkCg4BZ#Kantara1FirstLook #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @AJANEESHB @Banglan16034849 @KantaraFilm pic.twitter.com/2GmVyrdLFK
- Advertisement -
— Hombale Films (@hombalefilms) November 27, 2023
કાંતારા ચેપ્ટર 1 ટીઝર
આ ટીઝરમાં એક્ટર અને ડાયરેક્ટર ઋષભ શેટ્ટી એક ભયાનક રૂપમાં દેખાઈ રહ્યાં છએ જેને જોઈને ખરેખર દર્શકોની આંખો પહોળી રહી જવાની છે. ટીઝર જોઈને એવું લાગી રહ્યું છે કે કાંતરા ચેપ્ટર 1, પહેલી ફિલ્મથી વધારે રહસ્મયી અને શાનદાર રહેશે. ટીઝરની વાત કરીએ તો ટીઝરની શરૂઆત ઋષભને ભયાનક જંગલમાં હોય છે એ સીનથી થઈ છે. બેકગ્રાઉન્ડમાં એક ખૂંખાર મ્યૂઝિક વાગી રહ્યો છે.
ફિલ્મની શૂટિંગ ક્યારે શરૂ થશે?
કાંતારા ચેપ્ટર 1 આવતાં વર્ષે 7 ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં હિંદી-કન્નડ સહિત તમિલ, તેલુગુ, મલયાલમ, ઈંગ્લિશ અને બંગાળી સામેલ છે. આ ફિલ્મની શૂટિંગ ડિસેમ્બરનાં અંતમાં શરૂ થશે. હાલમાં ફિલ્મનાં કલાકારોનો અંગે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો પણ ફિલ્મનો પહેલો લુક અસાધારણ કહાનીઓથી ભરપૂર લાગી રહ્યો છે.