ભાવનગર શહેર તથા જીલ્લાના ગુન્હા ઓમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા બીજા અન્ય ગુન્હા ઓનો ભેદ ઉકેલા માટે ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબની સુચનાથી ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીજયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને માર્ગદર્શન અને સુચના આપેલ

જે સુચના આઘારે આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદિયાને સંયુકત ખાનગીરાહે હકિકત મળેલ કે ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન.૨૨૫/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૯૮ (ક), ૫૦૪, ૧૧૪ દહેજ પ્રતીબંધ ધારાની કલમ ૩,૭ મુજબ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ધીરજ લાલ નરેન્દ્રભાઇ જાસુજા રહે.પ્લોટ નં.૧૫૪૧/ડી બી.એમ. કોમર્સ સ્કુલ પાછળ ઘોઘાસર્કલ ભાવનગર વાળો તેના ઘર પાસે બહાર રોડ ઉપર ઉભો છે તેવી હકિકત મળતા તુરતજ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર આવતા હકિકત વાળો ઇસમ ધીરજ નરેન્દ્રકુમાર જાસુજા/સીંધી ઉ.વ.૩૦ રહે.પ્લોડટ નં.૧૫૪૧/ડી બી.એમ. કોમર્સ સ્કુલપાછળ ઘોઘાસર્કલ ભાવનગર હાલ રહે. ફલેટ નં.૪૦૨ સુલતાનભાઇ નું મકાન જલા લપુર નવસારી વાળો હોવાનું જણાવતા મજકુર ની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાના કામે નાસ્તો ફરતો હોવાનું તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુમ રજી. નં.૧૦/૨૦૧૮ તા.૨૪/૦૨/૧૮ના કામે ગુમ હોવાનું જણાવતા જેથી રેકર્ડ ઉપર ખાત્રી કરતા તેને સદરહું ગુન્હામાં અટક કરવાનો બાકી હોય.તથા ગુમના કામે કાર્યવાહિ કરવાની બાકી હોય હાલમાં કોવિડ-૧૯ની માહામારી ચાલતી હોય જેથી પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી ને સોપી આપેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા હેડ કોન્સા સાગરભાઇ જોગદીયા તથા હેડ કોન્સી.ઘનશ્યામભાઇ ગોહિલ તથા હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સી સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સા હસમુખભાઇ પરમાર તથા પો.કોન્સી વિઠ્ઠલભાઇ બારૈય તથા પો.કોન્સા ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.