જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા ખૂટી જવાથી તથા ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપો ટપ અવસાન થય રહ્યા છે તેમાં જવાબદાર ડોકટરો સામે પગલા લેવા અને અન્ય કોઇ વધુ દર્દીઓ ની જીંદગી ફરીવાર મોતના મુખમાં ધકેલાય નહી તેની કાળજી રાખવા અને સરકાર તરફથી હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા જેવી તમામ જરૂરી પુરતી સુવિધા નો જથ્થો ફાળવવામાં આવે તે અંગે જુનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા કલેકટર જુનાગઢ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો એ આજે તેમને મળેલી હકીકત અનુસાર જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા નો પુરતો જથ્થો ન હોવો અને ડોક્ટરની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના ટપ ટપ મોત થય રહ્યા હોવાનો દાવો કરી આ અંગે લેખીત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી તેઓએ રજુઆત માં જણાવ્યું હતું કે તાજેતરમાં ગત તા.૨૪ જુલાઈ ના રોજ કેશોદ શહેરના રામભાઇ કાનાભાઈ જાદવને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે રાત્રીના સમયે આખો કોરોના વોર્ડ ડોકટરોના બદલે પટાવાળા અને કમ્પાઉનડરોના ભરોસે હોય જેના કારણે ઓકસીઝન બંધ થય જવાથી ગત તા.૦૬ ઓગસ્ટના ના રોજ રાત્રીના તે દર્દી રામભાઈ કાનાભાઇ જાદવનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ ત્યારે તે જ વોર્ડમાં કુલ પાંચ દર્દીઓના ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયેલ તેવું તે મરણજનાર દર્દીના પુત્ર જગદીશભાઇ રામભાઇ જાદવે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ને આ અંગે તા.૦૯ સપ્ટેમ્બર ના રોજ રજુઆત કરેલ જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમના પિતાનું અવસાન ડોકટરોની બેદરકારીના કારણે ઓક્સીઝન બંધ થઈ જવાના કારણે થયેલ હોવાના સણસણતા આક્ષેપ કર્યા હતા આ ઉપરાંત તેમના પીતા સીવાય પણ અન્ય ચાર , બીજા દર્દીઓ ના અવસાન થયેલ છતાપણ તા.૦૭ ઓગસ્ટની ની સીવીલ હોસ્પિટલની અખબારી યાદીમાં મૃત્યુનો આંકડો ઝીરો બતાવી આ રીતે ગોલમાલ કરી સાચા આંકડાઓ છુપાવવા સામે વેધક સવાલ ઉઠાવ્યો હતો તેમણે આ માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી
વધુમાં તે સરકારી સિવીલ હોસ્પિટલ જુનાગઢમાં વધુ એક વંથલી તાલુકાના ગાદોઇ ગામના ઇબ્રાહીમ હુશેનભાઇ સીડાને સામાન્ય તાવ આવતા તા.૧૧ સપ્ટેમ્બર ના રોજ કોવિડ-૧૯ વિભાગમાં દાખલ કરેલ હતા તેમને દાખલ કર્યા ૧૪ કલાક બાદ રાત્રીના સમયે ઓકસીઝન ખલાસ થય જવાથી તેમનું અવસાન થયેલ છે જેમાં પણ તે દર્દીઓના પુત્ર એ ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાનું ડોક્ટરની બેદરકારીના કારણે અવસાન થયું હોવાનો આક્ષેપ તેમજ ન્યાય માટે રજૂઆત કરી હતીજેથી ઉપરોક્ત બંને પ્રશ્નો સહિતના અનેક પ્રશ્નો સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સામે આવ્યા હતા જેમાં સરકારી સીવીલ હોસ્પિટલમાં ઓક્સિજન નો પુરતો જથ્થો સરકાર તરફથી આપવામાં આવતો નથી જેના કારણે કોરોના પોઝીટીવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યારે સમયસર ઓક્સિજન ન મળવાના, કારણે કોરોના પોઝિટિવ દર્દીઓના અવસાન થઈ રહ્યા છે વધુમાં આગેવાનોએ રજૂઆત કરી હતી કે જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી પ્રત્યે ૨૪ કલાક તેમની સારવારમાં જવાબદાર ડોક્ટર જે કાળજી લેવાની હોય છે તે કાળજી લેવાઈ રહી નથી તેના બદલે જવાબદાર ડોકટરો રાત્રીના સમયે ગંભીર પ્રકારની બીમારીના કોરોના વોર્ડ ને પટાવાળા અને કમ્પાઉન્ડર ના હવાલે કરી ડોક્ટર આરામમાં નિકળી જાય છે ત્યારે કોરોનાના પોઝીટીવ ગંભીર દર્દીઓને ઓક્સિજન લેવલ જવાબદાર ડોકટરો સતત મોનીટરીંગ કરીને કાળજી લેવાની હોય છે. પરંતુ રાત્રીના સમયે તે વોર્ડમાં કોઇ મુખ્ય જવાબદાર ડોકટર જ હાજર હોતા નથી ગંભીર રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ એક તબક્કે એવું કહી શકાય કે
જવાબદાર ડોક્ટરના બદલે કમ્પાઉન્ડરો અને પટાવાળા ના ભરોસે હોય છે જેના કારણે દીવસે ને દીવસે કોરોનાના પોઝીટીવ દર્દીઓના સરકારી
સિવિલ હોસ્પિટલમાં ટપોટપ મોત થઈ રહ્યા છે

જેથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દિવસેને દિવસે કથળતી જતી સ્થિતિના કારણે સાજા થવાની શક્યતાવાળા કોરોનાના દર્દીઓ ડોક્ટરની બેદરકારી અને સરકાર તરફથી ઓક્સિજન નો જથ્થો જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલને અપુરતો ફાળવવામાં આવતા હોય જે બંને કારણોસર કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે જેથી સરકાર એક મનુષ્યની જીંદગી અમુલ્ય છે તે જીંદગીની કિંમત કદર કરી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મોતના મુખમાં ન ધકેલાય તેની તકેદારી રાખાવવા અને જવાબદાર ડોક્ટર કોરોનાના દર્દી પ્રત્યે પોતાની ફરજના ભાગરૂપે તથા માનવીય અભીગમ દાખવીને ૨૪ કલાક પુરતુ મોનીટરીંગ કરે તો પણ કોરોનાના દર્દીઓની જીંદગીને બચાવી શકાય તેમ

તેવી કાર્યવાહી આપણા માધ્યમથી કરી હાલમાં જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી બદલવામાં આવે તો જ સરકારી સીવીલ હોસ્પિટલ ની સ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે જેથી તાત્કાલિક સરકારી સીવીલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને જવાબદાર ડોક્ટરોને બદલાવી ઘોર બેદરકારી દાખવનાર બેદરકાર તબીબી સ્ટાફ સામે પગલા લેવા માંગણી કરી હતી ઉપરાંત આ રજુઆત તેઓએ ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના સચિવ ને પણ રવાના કરી હતી સાથે આ અંગે કોંગ્રેસના રાજ્ય ના ટોચના નેતાઓને પણ જૂનાગઢ ની પરિસ્થિતિ અંગે અવગત કર્યા હતા.

હુસેન શાહ જુનાગઢ