આજરોજ જૂનાગઢ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોએ ૩૫ વર્ષ જૂના પ્રશ્ર્નના ઉકેલ માટે અને પોતાનાં હક્કની માંગણી સાથે મહાનગરપાલિકાની વિરુદ્ધ શ્રી લાખાભાઈ પરમારની આગેવાનીમાં જેલભરો આંદોલન કર્યું. આજનાં દિવસે લગભગ ૧૫૦૦ થી ૧૭૦૦ ઝૂંપડપટ્ટી વાસીઓ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે તેમને થ‌ઈ રહેલ અન્યાય વિરુદ્ધ શક્તિપ્રદર્શન કરી‌ જેલમાં જવાનો નિર્ણય કર્યો.
હુસેન શાહ જુનાગઢ