ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઈરાની ગેંગ ની મોડસ ઓપરેન્ડી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી

હાલમાં તહેવારોની સિઝન ચાલતી હોય, જુદી જુદી ગેંગો દ્વારા લોકોને છેતરી તેમજ ચોરી અને છેતરપિંડી કરવાની પેરવીઓ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોલીસ તરીકેની ઓળખ આપી, પોલીસના સ્વાગમાં વાહન ચેકીંગના બહાને ચોરી કરવાની તેમજ દાગીના પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ઈરાની ગેંગ પણ તહેવારોના સમયે સક્રિય બને છે.

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તહેવારોના સમયમાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરી, આ સમયમાં ચોરી, લૂંટ તેમજ છેતરપીંડી કરતી જુદી જુદી ગેંગના આરોપીઓ દ્વારા આચરવામાં આવતી મોડ્સ ઓપરેન્ડીથી માહિતગાર કરી, સાવચેતી રાખવા માટે સચેત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ, તાલુકા, જેવા શહેર વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, લોકોને માહિતગાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન માઈકમાં જાહેરાત કરી, સાવચેત રહેવા માટે એંનાઉન્સ કરવામાં આવે છે. ઉપરાંત
ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી. અંગે પણ લોકોને વિસ્તૃત માહિતી આપી વધુ માહિતગાર કરવામા આવ્યા હતા આ ગેંગ ની વધુ માહિતી આપતા ડીવાયએસપી જાડેજા એ જણાવ્યું હતું કે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવાની સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે ટૂંકા વાળ હોય છે.
ખાસ કરીને મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના ખાસ કરીને મહિલાઓને આ લોકો ટાર્ગેટ કરે છે.
અહિયાથી નજીકમાંજ ખૂન અથવા લૂંટ નો બનાવ બનેલ છે તમારા ઘરેણાં કાઢી નાંખો રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું.
સામાન્ય રીતે આ લોકો મોટર સાયકલ ઉપર આવે છે. ક્યારેક ડબલ સવારીમાં હોય છે. તો ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોવાની શક્યતા હોય છે.

ઈરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓ પર વધુ પ્રકાશ પાડતા જણાવાયું હતું કે આ લોકો પોલીસ બની સિવિલ ડ્રેસમાં હોય તો, પ્રથમ તેમની પાસે તેમનું આઈ કાર્ડ માંગવું જો આ લોકો આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નમ્બર લઈ લેવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૦૦ નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવો.
મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈપણ પરિવારના અથવા અન્ય નજીકના વ્યક્તિએ સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતાજ સોનાના દાગીના પહેરવા હિતાવહ.

કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી.જે બાબત દરેક વ્યક્તિઓને જણાવવી.જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી.
આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરી શકાય.જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય.
આ ગેંગના અગાઉ ઉપર જણાવેલ ઓપરેન્ડી અપનાવી વારંવાર ગુનાઓ આચરતા ઈસમોની તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી
આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢની જનતાને તહેવારોના સમયમાં સાવચેત કરવા માટે જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

હુસેન શાહ(જૂનાગઢ)