કોરોના સામે પ્રજા ને રક્ષણ મળી રહે તે માટે સમગ્ર પાટણ શહેરમાં સતત ૧૦૧ દિવસ સુધી તમામ વોડૅ વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળા નાં કાર્યક્રમ થકી નિશુલ્ક વિતરણ કરવા બદલ તેમજ લોકડાઉન દરમ્યાન શહેરીજનો ને આરોગ્ય ની સેવા પુરી પાડવા માટે તાલીમ શાળા અને જનરલ હોસ્પિટલ પાટણ માં રોકાયેલ કર્મચારીઓને ફુડપેકેટ ની વ્યવસ્થા પુરી પાડવામાં બદલ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ અને મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ના પ્રમુખ તેમજ વિલાજ ગૃપના ચેરમેન લાલેશભાઈ ઠક્કર નુ મંગળવારના રોજ તાલુકા હેલ્થ કચેરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગભાઈ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની સેવાકીય પ્રવૃત્તિ ની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
જેઠી નિલેશ પાટણ