નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞ માં જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો, આર.એમ.મૈત્રી સાહેબ તેમજ જસદણ આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ ના સુચન અનુસાર આજથી વિરનગર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે મધ અને દુધ નું મિશ્રણ ધરાવતા શક્તિ વર્ધક બિસ્કીટની સેવા શરૂ કરવાનો નિર્ણય કરાતા જસદણ કોવિડ સેન્ટરના કંટ્રોલ રૂમની જવાબદારી સંભાળતા પરશુરામભાઈ કુબાવત અને કમલેશભાઈ નાગડેકીયા દ્રારા વિરનગર કોવિડ હોસ્પિટલમાં બિસ્કીટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી