રાજકોટ – રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા રાજકોટ જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ અનુશ્રવણ તળાવ, ચેકડેમ અને પુર સંરક્ષણ યોજનાના બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે.
આ યોજના અંતર્ગત જુલાઈ – ૨૦૨૧ સુધીમાં રાજકોટ જિલ્લામાં ૫૬ નાની સિંચાઇ યોજના, ૧૨૪૮ અનુશ્રવણ તળાવ, ૮૪૦ ચેકડેમ તથા ૧૨૦ પુરસંરક્ષણ યોજનાઓ આવેલ છે. જેનાથી ૧૫૮૪૩ હેકટર જમીનમાં કેનાલથી સિંચાઇ, ૩૩૩૬૦ હેકટરમાં આડકતરી સિંચાઇ તથા ૧૨૦ ગામના વિસ્તારને પુરથી સંરક્ષણ સુવિધા ઉભી થયેલ છે.
- Advertisement -
વર્ષ ૨૦૨૦-૨૧ માં નાની સિંચાઇ યોજનાઓ, ચેકડેમ, અનુશ્રવણ તળાવો, પુર સંરક્ષણ દિવાલો વગેરેની મરામતના કુલ ૩૧ કામો રૂપિયા ૧૩૨૬૯ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ ૨૬૧૬ હેકટર ખેતીની જમીનને સિંચાઇ માટેનું પાણી પૂરૂ પાડી રૂપિયા ૪૨.૨૭ લાખની સિંચાઈ વસુલાત કરવામાં થયેલ છે, તેમ કાર્યપાલક ઈજનેર, રાજકોટ સિંચાઈ વિભાગની એક યાદીમાં જણાવાયું છે.


