ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ કહ્યું કે ઇઝરાયલના હુમલા પર તેહરાનનો પ્રતિભાવ ‘અડધો માપેલ’ નહીં હોય.
ઈરાન પર ઇઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ અભિયાન હેઠળ તેહરાન દ્વારા કરવામાં આવ્યું છે.
- Advertisement -
ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ એ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, આઇઆરજીસી ચીફ મેજર જનરલ હુસૈન સલામી અને આઇઆરજીસી એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહ સહિત અનેક ઈરાની અધિકારીઓની હત્યાનો બદલો છે.
ઈરાન પર ઇઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ અભિયાન હેઠળ તેહરાન દ્વારા કરવામાં આવ્યું છે. આ હુમલો ઇઝરાયલ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા હવાઈ હુમલાના સીધા જવાબમાં છે, જેમાં મુખ્ય ઈરાની લશ્કરી અને પરમાણુ માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ એ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, આઇઆરજીસી ચીફ મેજર જનરલ હુસૈન સલામી અને IRGC એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહ સહિત અનેક ઈરાની અધિકારીઓની હત્યાનો બદલો છે. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલના ઓપરેશન રાઇઝિંગ લાઇન સામે ઇરાને ‘ટ્રુ પ્રોમિસ 3’ લશ્કરી કાર્યવાહી શરૂ કરી. ઇરાને 100થી વધુ મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કર્યો. આનાથી રાજધાની તેલ અવીવમાં ઘણા ઘરોને નુકસાન થયું છે.
- Advertisement -
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. ઈરાન દ્વારા ઉત્તર ઈઝરાયલમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. લોકોને બોમ્બથી બચવા માટે આશ્રયસ્થાનોમાં જવાની અપીલ કરવામાં આવી છે.
ઈરાનની સેનાએ ઈઝરાયલ સામે વળતો પ્રહાર કર્યો. આ પછી રાજધાની તેહરાનમાં ઉત્સવનો માહોલ છે. લોકો ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ઈઝરાયલી મીડિયા અનુસાર, ઈરાનના હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ડઝનેક ઘાયલ થયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ રસ્તાઓ પર ઉજવણી કરતી જોવા મળી હતી.
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર મિસાઈલ છોડ્યા છે
ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. ઈરાન દ્વારા ઉત્તર ઈઝરાયલમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. લોકોને બોમ્બથી બચવા માટે આશ્રયસ્થાનોમાં જવાની અપીલ કરવામાં આવી છે.