ઇન્ફ્રામાં આગામી 2 વર્ષમાં 15 લાખ કરોડનું રોકાણ જોવા મળશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
રિન્યુએબલ એનર્જી, રોડ અને રિયલ એસ્ટેટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આગામી બે વર્ષમાં ઝડપી ગ્રોથ જોવા મળશે. ક્રિસિલ રેટિંગ્સના અનુમાન અનુસાર એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26માં આ ત્રણ સેકટરમાં રોકાણ વધીને 15 લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે. જે ગત બે વર્ષની તુલનાએ 38% વધુ છે. ક્રિસિલના વિશ્લેષકો અનુસાર, 15 લાખ કરોડમાંથી 60% એટલે કે 9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ માત્ર રોડ પ્રોજેક્ટ્સમાં આવશે. જ્યારે 20% (3 લાખ કરોડ)નું રોકાણ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં આવશે. ગ્રીન એનર્જીની માંગ આ સેક્ટરમાં ઝડપી ગ્રોથનું સૌથી મોટું કારણ હશે. સરકાર આ સેક્ટરને વેગ આપી રહી છે. 2023-24માં 35 ગીગાવોટ ગ્રીન એનર્જી પ્રોજેક્ટની હરાજી થશે, જે કોઇ એક નાણાકીય વર્ષમાં સૌથી મોટી હરાજી છે.
- Advertisement -
રોડ પ્રોજેક્ટ: વર્ષે 12,500 કિલોમીટરના હાઇવેનું નિર્માણ થશે
સરકારનું ફોકસ ઝડપી આર્થિક વિકાસ પર છે. તેના માટે સડકો મારફતે દેશના દરેક હિસ્સાને એકબીજા સાથે જોડવાની જરૂરિયાત છે. સરકારના ફોકસને કારણે 2023-24માં ડેવલપર્સની આવક 2.5 ગણી વધી છે. ક્રિસિલ રેટિંગ્સના સીનિયર ડાયરેક્ટર અને ચીફ રેટિંગ્સ અધિકાર કૃષ્ણન સીતારમન અનુસાર ગ્રીન એનર્જી, રોડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગમાં તેજી છે. તાજેરના વર્ષોમાં સરકારની નીતિઓ ત્રણે સેકટરને અનુકૂળ રહી છે.