By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    3 minutes ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    23 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    4 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    5 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    23 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    23 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    23 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    3 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    23 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    4 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    4 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    23 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    23 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    4 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    5 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

Khaskhabar Editor
Last updated: 2025/12/11 at 1:32 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર હતું, પણ હવે તેણે અરુણાચલ પ્રદેશના મામલે ચીનને સત્તાવાર સમર્થન આપીને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. જેના જવાબમાં, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં અફઘાનિસ્તાનની ચર્ચા દરમિયાન પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો. 

ભારતે પહેલીવાર ખુલ્લેઆમ તાલિબાન સરકારના સમર્થનમાં વાત કરતા ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે અફઘાનિસ્તાનમાં થયેલા હવાઈ હુમલાઓમાં નિર્દોષ મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે અને તે સંઘર્ષ કરી રહેલા દેશને વધુ નુકસાન પહોંચાડે છે.

- Advertisement -

UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત

ભારતે ‘વેપાર અને ટ્રાન્ઝિટ ટેરરિઝમ’નો મુદ્દો ઉઠાવ્યો, જેનો સ્પષ્ટ ઈશારો પાકિસ્તાન તરફ હતો. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે લેન્ડલોક્ડ દેશની જીવનરેખાને બંધ કરવી એ WTOના નિયમોની વિરુદ્ધ છે અને તે યુદ્ધ જેવું કૃત્ય ગણાય. આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત સમર્થન આપવાની વાત પણ કરી. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજૂથ થઈને ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને તેમના સહયોગીઓ જેવા આતંકવાદી સંગઠનોને સરહદ પાર આતંક ફેલાવતા રોકવા માટે સાથે મળીને કામ કરવા જણાવ્યું.

ભારતના આંતરિક મામલે પાકિસ્તાનની દખલ

- Advertisement -

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તાજેતરમાં નિવેદન બહાર પાડીને ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને લગતા મામલાઓમાં સતત સમર્થન આપવાની ઘોષણા કરી. આ નિવેદનમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ચીનને ટેકો આપ્યો, જે ભારતના અરુણાચલ પ્રદેશને ‘ઝાંગનાન’ કહે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ફરી એકવાર ભારતના આંતરિક મામલાઓમાં દખલ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રીતે પાકિસ્તાન પોતે જ ભારતને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધિત મામલાઓમાં હસ્તક્ષેપ કરવા માટે ઉશ્કેરી રહ્યું છે. જેના કારણે ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે.

કંવલ સિબ્બલની ટિપ્પણી અને ભારતનું નવું વલણ

પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે પાકિસ્તાનની આ ચાલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશ પર ચીનને સમર્થન આપીને પાકિસ્તાને ભારત માટે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે ભારત હવે ડ્યુરંડ રેખાના મામલે અફઘાનિસ્તાનના પક્ષનું સમર્થન કરે.’

સિબ્બલનું આ નિવેદન સાચું પડ્યું છે, કારણ કે હવે UNમાં ભારતે અફઘાનિસ્તાનમાં થઈ રહેલા પાકિસ્તાનના હુમલાઓને ખોટા ઠેરવ્યા છે. અગાઉ ભારતે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના મુદ્દા પર ક્યારેય આટલા સત્તાવાર લેખિત કે મૌખિક નિવેદનો આપ્યા નહોતા. પાકિસ્તાનના સત્તાવાર નિવેદને ભારતને ડ્યુરંડ રેખા અને માનવ અધિકારોના હનનના મુદ્દે અફઘાનિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાનો અધિકાર આપ્યો છે. આના પરિણામે, ભારત હવે બલૂચિસ્તાનને લઈને પણ પોતાનું વલણ અપનાવી શકે છે.

You Might Also Like

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાલાલાથી સાસણગીર જતાં નગરના મુખ્ય માર્ગમાં તિરાડો પડી: બે માસથી હાલાકી ભોગવતી પ્રજામાં ભારે રોષ
Next Article DGCA 15 મિનિટ કે તેથી વધુ વિલંબિત ફ્લાઇટ્સની તપાસનો આદેશ આપે છે; નવા નિયમો હેઠળ શું બદલાઈ રહ્યું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?