ભેંસાણ ગામ અને તાલુકો ધણી ધોરી વગરનો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
ભેંસાણ તાલુકોભગવાન ભરોસે ચાલી રહ્યો હોય તેમ લોકો રોષ પૂર્વક કહી રહ્યા છે. ભેંસાણ ગ્રામ પંચાયતમાં વહિવટદારનું શાસન છે. તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે અને ઇન્ચાર્જ અધિકારી જવાબદારી સંભાળે છે. વહિવટદારઅને તલાટી કમ મંત્રી બંને હાલ તાલીમમાં છે. લોકોને કામકાજ અર્થે કચેરીઓના ધકકા જ થાય છે અને છતા કામો થતા નથી. ભેસાણમાં પાણીની લાઇનો એક મહિનાથી તૂટી ગઇ છે અને તેને રીપેર કરવામાં આવતી ન હોવાથી લોકોને અપૂરતુ પાણી મળતુ હોવાની ફરિયાદો છે. હરિપરા-આંબાવાડી વિસ્તારમાં પુલનું કામ સાવ ધીમી ગતિએ થઇ રહ્યુ છે
અને મટિરિયલ્સ પણ નબળુ વાપરવામાં આવતો હોવાનો લોકોમાં આક્ષેપ થઇ રહ્યા છે. ગામમાં દસ મહિના પૂર્વે પાણીની ઉંચી ટાંકીબની ગઇ છે પણ તેને કાર્યરત કરવામાં આવી નથી. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સાવ તૂટી ગયા છે અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હોવાથી વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે. ત્યારે સમગ્ર તાલુકામાં સમસ્યાને લઇને જાગૃત નાગરિક રમેશભાઇ ભેંસાણીયાએ આ બાબતે તંત્ર સામે અવાજ ઉઠાવીને ધારદાર રજૂઆત કરી છે.