ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદરની શૈક્ષણિક સંસ્થા જે.એમ.પાનેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે સ્વયં શિક્ષક દિનની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓ પોતે જ પ્રિન્સિપાલ અને પ્રોફેસરોની ફરજ નિભાવી હતી. પ્રિન્સિપાલ તરીકે કોલેજના સિનિયર વિદ્યાર્થી પોરાણીયા નિલેશ અને મોરી શાંતિ એ સુંદર કામગીરી કરી હતી.
- Advertisement -
વિદ્યાર્થી ભાઈ બહેનોએ જુદાં જુદાં વિષયના પ્રોફેસર તરીકે શ્રેષ્ઠ અધ્યાપન કામગીરી કરી હતી. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પાનેરાએ શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને રૂબરૂ ઉપસ્થિત રહી અભિનંદન આપ્યા હતા.ત્યારે ટ્રસ્ટી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તથા શ્રેષ્ઠ શિક્ષક બને તેની સાથે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ. કે. મેતરાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી શિક્ષક દિન અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા. કોલેજના સમગ્ર સ્ટાફે શિક્ષક દિનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.