By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    10 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ: નિયમો-સવલતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ: નિયમો-સવલતો
ગુજરાત

અમેરિકાના ઈમિગ્રેશન કાયદાઓ: નિયમો-સવલતો

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 5:44 PM
Khaskhabar Editor 11 months ago
Share
10 Min Read
SHARE
સુધીર શાહ

‘વિઝા લોટરી’માં જન્મ અથવા લગ્નના આધારે ભાગ લેવાની સવલત

અનેકવાર તો વિઝા આપવામાં આવ્યા હોય તો પણ અમેરિકામાં પ્રવેશ આપવામાં આવતો નથી!

- Advertisement -

અમેરિકાના ઈમિગ્રેશનને લગતા કંઈ કેટલાય જાતના કાયદાઓ છે. એમાં મુખ્ય કાયદો છે ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ જે 1952માં ઘડવામાં આવ્યો છે. ત્યારબાદ ઈમિગ્રેશનના કાયદાઓમાં જે કાંઈ પણ સુધારા-વધારાઓ થયા છે એને આ કાયદામાં સમાવી લેવામાં આવ્યા છે. આજની તારીખમાં ઈમિગ્રેશનને લાગતો મુખ્ય કાયદો ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ-1952’ છે. આ કાયદો ખૂબ કડક છે. એની હેઠળ બે પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે જેમને અમેરિકામાં કાયમ રહેવા જવું હોય એના માટે ‘ઈમિગ્રન્ટ’ વિઝા અને જેમને ત્યાં કોઈ ખાસ કારણસર ટૂંક સમય માટે જવું હોય એમના માટે ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’.

નોન ઈમિગ્રન્ટ વિઝાના ઘણા બધા પ્રકારો છે. એમ કહોને કે એથી માંડીને ઝેડ સુધી. જે પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા તમે મેળવવા ઈચ્છતા હોવ એ વિઝા મેળવવા માટેની જે લાયકાતો આ કાયદામાં દર્શાવવામાં આવી છે એ તમારામાં હોવી જોઈએ. તમારે કોન્સ્યુલર ઓફિસરને એ દેખાડી આપવી જોઈએ. પછી જ અમેરિકામાં પ્રવેશ મળે છે. ઈમિગ્રન્ટ વિઝા જુદી જુદી રીતે મળી શકે છે. ‘ઇમીજીએટ રિલેટિવ કેટેગરી’ હેઠળ, ચાર જુદી જુદી ‘ફેમિલી પ્રેફરન્સ કેટેગરી’, હેઠળ, ચાર જુદી જુદી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ, ‘ઈબી-5’ પ્રોગ્રામ હેઠળ, ઈન્વેસ્ટમેન્ટ કરીને, ‘અસાયલમ’ માંગીને, ‘વિઝા લોટરી’માં ભાગ લઈને, અમેરિકાની મિલેટરીમાં જોડાઈને આમ જુદી જુદી રીતે મળે છે.

આ બધા વિઝા વાર્ષિક કોટાની સંખ્યાથી જકડાયેલા હોય છે. આથી ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પરદેશીઓએ ખૂબ લાંબી વાટ જોવી પડે છે. અમુક કિસ્સાઓમાં તો પંદરથી વીસ વર્ષ અરે પચાસ વર્ષ સુધીની પણ વાટ જોવી પડે છે. તમારા અત્યંત નજીકના સગાં હોય અને તેઓ તમને સ્પોન્સર કરે એટલે તમને વિઝા મળી જ જાય એવું જરૂરી નથી. તમે ‘નોન ઈમિગ્રન્ટ વિઝા’ની અરજી કરો અને જે પ્રકારના વિઝાની તમે માંગણી કરો એ માટે જે લાયકાતો હોય એ છતી કરો તેમ છતાં નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પણ ખૂબ તકલીફો પડે છે. અનેકવાર તો વિઝા આપવામાં આવ્યા હોય તો પણ અમેરિકામાં પ્રવેશ આપવામાં નથી આવતો. દિવસે દિવસે અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ એમના ઈમિગ્રેશન કાયદાઓનો અમલ ખૂબ જ સખ્ત પણે કરવાનું શરૂ કરી દીધું છે. હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વારના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારે એમણે કંઈ એવા એવા કડક નિયમો બનાવ્યા છે, એટલા બધા ઓફિસરો રોક્યા છે, ઓફિસરોને ખૂબખૂબ સતાઓ આપી છે જેથી અમેરિકાના વિઝા મેળવવા મુશ્કેલ થઈ ગયા છે. વિઝા મેળવીને અમેરિકા ગયા હોવ તો ત્યાં રહેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આવા સંજોગોમાં જો કોઈ તમને એમ કહે કે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં સવલતો પણ છે. છૂટ પણ આપવામાં આવી છે તો તમે માનશો?

- Advertisement -

પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જાય છે ત્યારે તેઓ કામ કરી નથી શકતા પણ એમને એમના યુનિવર્સિટીના કેમ્પસ ઉપર અઠવાડિયાના 20 કલાક કામ કરવાની સવલત આપવામાં આવી છે

હા, ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ-1952’ પંદર પ્રકારની સવલતો ધરાવે છે.

સૌથી પહેલાં નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર તમે અમેરિકામાં પ્રવેશો તો તમને ત્યાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ જરૂર પડતાં તમે અરજી કરીને લંબાવી શકો છો. તમને ‘એક્સટેન્શન ઓફ ટાઈમ’ની સવલત આપવામાં આવી છે.

એક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશો અને બીજા પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરવું હોય એની જરૂરિયાત ઊભી થાય તો તમે અરજી કરીને તમારું સ્ટેટ્સ ચેન્જ કરી શકો છો. આમ ‘ચેન્જ ઓફ સ્ટેટ્સ’ની પણ સવલત અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છે.

તમે નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં ગયા હોવ અને પછી કોઈ કારણસર તમને ઈમિગ્રન્ટ થવાનું, ગ્રીનકાર્ડ મેળવવાનું, સદભાગ્ય સાંપડે તો તમે તમારું સ્ટેટ્સ એડ્જેસ્ટ કરી શકો છો. નોન ઈમિગ્રન્ટમાંથી ઈમિગ્રન્ટ બની શકો છો. આમ ‘એડ્જેસ્ટમેન્ટ ઓફ સ્ટેટ્સ’ની પણ આ કાયદામાં સવલત છે.

તમારા લાભ માટે તમારા અંગત સગાંએ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એ પ્રોસેસ થઈને એપ્રુવ પણ થઈ ગયું હોય પણ એ કરંટ થાય એની તમે વાટ જોતાં હોવ એ દરમિયાન એ પિટિશનરનું મૃત્યુ થાય તો પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. આવા સંજોગોમાં આ કાયદા હેઠળ સબસ્ટિટ્યુશનની છૂટ આપવામાં આવી છે. એટલે કે તમારા કોઈ અંગત સગાં અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડ ધારક હોય તો તેઓ મૃત પિટિશનરની જગા અરજી કરીને લઈ શકે છે.

તમારું બાળક 21 વર્ષ વટાવી ગયું હોય પણ એ ડિપેન્ડન્ડ તરીકે તમારી જોડે અમેરિકા આવવા ઈચ્છતું હોય તો તમે ‘ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ’ હેઠળ અરજી કરી શકો છો. એની હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને જે દિવસે એ એપ્રુવ થયું હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી બાદ મળે છે. એ બાદબાકી કરતા જો એની ઉંમર જો 21 વર્ષ કરતા ઓછી હોય તો એને તમારી સાથે ડિપેન્ડન્ડ વિઝા મળી શકે છે. આમ ‘ચાઈલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન એક્ટ’ની સવલત પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છે.

ડિપેન્ડન્ડ વિઝા એટલે કે મા-બાપની જોડે 21 વર્ષથી નીચેના અવિવાહિત સંતાનોને પણ ઈમિગ્રન્ટ વિઝા મળી શકે એવી સવલત પણ આ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છે.

તમારા લાભ માટે તમારા કોઈ અંગત સગાંએ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય, તમારી જોડે તમારું સંતાન પણ ડિપેન્ડન્ડ હોય પણ એની ઉંમર 21 કરતાં વધી જાય તો શું? ચાઇલ્ડ સ્ટેટ્સ પ્રોટેકશન હેઠળ ગણતરી કરતા પણ એનું ઉંમર 21 કરતા વધુ હોય તો તમે જ્યારે ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં જાઓ, ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરો ત્યારે ‘ફેમિલી સેક્ધડ-બી પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ તમારા એ 21 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા સંતાન માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકો છો. એ વખતે તમે તમારા પિટિશન, જેની હેઠળ તમે અમેરિકા પહોંચ્યા છો, એની જે તારીખ હોય, એ જ તારીખ તમે તમારા સંતાન માટે જે પિટિશન દાખલ કરો છે એ એને આપવી જોઈએ એવી માંગણી કરી શકો છો. આમ ‘રિટેન્શન ઓફ પ્રાયોરિટી ડેટ’ની પણ સવલત અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છે.

અમેરિકા દર વર્ષે 55,000 ઈમિગ્રન્ટ વિઝા ‘વિઝા લોટરી’ દ્વારા આપે છે. એટલે એમાં ફક્ત અરજી કરવાની. એમાં તમારું નામ, એડ્રેસ અને જન્મ તારીખ લખવાની અને અરજીમાં જો તમે ચૂંટાઈ આવો તો તમને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. પણ જે દેશના લોકોએ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ઈમિગ્રન્ટ વિઝા મેળવ્યા હોય એમને આ વિઝા લોટરીમાં ભાગ લેવાની છૂટ નથી. પણ એમણે જો એવી વ્યક્તિ જોડે લગ્ન કર્યા હોય કે જે વ્યક્તિ જે દેશમાં જન્મી હોય, જ્યાંની નાગરિક હોય એ દેશના લોકોને વિઝા લોટરીમાં ભાગ લેવાની છૂટ હોય તો લગ્ન સંબંધના આધારે તમે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. અથવા તો તમારો જન્મ એવા દેશમાં થયો હોય કે જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે તો જન્મના આધારે પણ તમે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. આ પણ એક બહુ મોટી સગવડ છે.

અત્યાર સુધી અમેરિકામાં જે કોઈ સ્ત્રી એના બાળકને જન્મ આપે એને ‘બર્થ સિટીઝનશિપ’ આપવામાં આવતી હતી. એની મા ગમે તે હોય પણ એને અમેરિકાની ધરતી ઉપર જન્મ લીધો છે એટલે એને અમેરિકાની સિટીઝનશિપ પાપ્ત થાય છે. ટ્રમ્પે આ સગવડ અટકાવી દીધી છે. પણ એને કોર્ટમાં પડકારવામાં આવી છે અને ટ્રમ્પના ઓર્ડરને હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જાય છે ત્યારે તેઓ કામ કરી નથી શકતા પણ એમને એમના યુનિવર્સિટીના કેમ્પસ ઉપર અઠવાડિયાના વીસ કલાક કામ કરવાની સવલત આપવામાં આવી છે. અને ભણી રહ્યા બાદ તેઓ એક વર્ષ અમેરીકામાં રહી શકે છે અને કામ કરી શકે છે. આને ‘ઓપ્શનલ પ્રેકટિકલ ટ્રેનીંગ’ ઓપીટી પિરિયડ કહેવામાં આવે છે. જે વિદ્યાર્થીઓએ અમેરિકાની યુનિવર્સિટીમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ, અને મેથેમેટીક્સનો કોર્સ કર્યો હોય છે એમને વધારાના બીજા બે વર્ષ ઓપીટી માટે આપવામાં આવે છે.

આમ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં અનેક પ્રકારની સવલતો છે. તમારે અમેરિકા કાયમ રહેવા જવું હોય પણ તમારું કોઈ અંગત સગું ન હોય, તમને કોઈ અમેરિકન માલિક નોકરી આપી ન હોય તો તમે શું કરો? જો તમારું અમેરિકન સ્વપ્નું હોય અને તમારી આગળ આઠ લાખ ડોલરનો પ્રબંધ હોય તો તમે ‘ઈબી-5’ પ્રોગ્રામ હેઠળ અમેરિકાના રિજનલ સેન્ટરમાં આઠ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવી શકો છો.

તમે પિટિશન દાખલ કરો, સામાન્ય રીતે એને પ્રોસેસ થઈને એપ્રુવ થતા છ-બાર મહિના લાગે છે. ઘણીવાર બહુ લાંબી ઢીલ પણ થાય છે. આવા સંજોગોમાં જો તમને ઉતાવળ હોય તો તમે વધારાની ફી આપીને જેને ‘પ્રીમિયમ પ્રોસેસિંગ ફી’ કહેવામાં આવે છે. તમારા પિટિશન ઉપર પંદર દિવસમાં એ લોકો એના ઉપર નિર્ણય આપે એવી માંગણી કરી શકો છો.
તમે જો કંઈ ખોટું કર્યું હોય અને તમને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી લાગી ગઈ હોય તો તમે માફી માંગીને ‘વેવર’ની અરજી કરીને એ જે પાબંધી છે એ દૂર કરી શકો છો. આ વેવર બે પ્રકારના છે ‘નોન ઈમિગ્રન્ટ વેવર’ અને ‘ઈમિગ્રન્ટ વેવર’

આમ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં પંદર જાતની જુદી જુદી સવલતો પરદેશીઓને આપવામાં આવી છે. તમારું અમેરિકન સ્વપ્નું હોય તો એ પૂરું કરવા આગળ વધો અને આ સવલતોમાંની જે કોઈ સવલત તમને જોઈતી હોય એનો લાભ લો.

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GJ 03 PM : ‘0001’ નંબર લેવા માટે ડિફેન્ડરના માલિકની 24.78 લાખની બોલી
Next Article રેલનગરમાં વાહન લે-વેચના ધંધાર્થી ઉપર સાત શખ્સોનો ધોકા-લાકડીથી હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?