ગુજરાતી મૂળના હિમેશ પટેલ એમી એવોર્ડસ 2022માં જોવા મળ્યા. જાણો વિગતવાર
હિમેશ પટેલ જોવા મળ્યા એમી એવોર્ડસ 2022માં
- Advertisement -
74માં એમી એવોર્ડસની સાંજ શરૂ થતાં પહેલા સ્ટાર્સે રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલિશ અને ક્લાસી લૂકથી ઇવેન્ટની શાનદાર શરૂઆત કરી. આમાં જેન્ડાયા, એન્ડ્ર્યુ ગારફીલ્ડ, સ્કવીડગેમ ફેમ જંગ હો યોન, લી જંગ જે અને ભારતીય મૂળનાં હિમેશ પટેલ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા.
View this post on Instagram- Advertisement -
હિમેશ પટેલ
કેમ્બ્રિજશાયરમાં જન્મેલા ભારતીય મૂળના અભિનેતા હિમેશ પટેલ પણ એમી 2022માં પહોંચ્યા હતા. તેમણે પહેલી વાર એમી એવોર્ડસ માટે નામાંકિત લોકોની શોર્ટ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. એમી લુક માટે તેમણે બ્લેક પેન્ટ અને બ્લેક શર્ટ સાથે પેટર્ન વાળું જેકેટ પણ કેરી કર્યું હતું.
https://twitter.com/HimeshJPatel/status/1455602367660007426?r
ગુજરાતી મૂળનાં છે હિમેશ પટેલ
હિમેશ પટેલને HBOનાં સ્ટેશન ઇલેવનમાં તેમના કામ માટે બેસ્ટ એક્ટર લિમિટેડ સીરિઝ કે ટીવી મૂવી કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. તે શોમાં જીવન ચૌધરીની ભૂમિકા ભજવી રહ્યા છે.
"This isn’t even close: Station Eleven is the best new TV show of the year. It’s haunting, gorgeously made, heartfelt, an end-of-the-world vision that lifts you up as much as it gives you nightmares." – @taylorantrim, @voguemagazine. #StationEleven https://t.co/1kGfkM4VoC
— Jessica Rhoades (@JessicaRhoades) December 17, 2021
હિમેશ એક ગુજરાતી ફેમિલીમાંથી આવે છે. તેમના માતા-પિતા બંને ગુજરાતી છે. તેમનો જન્મ આફ્રિકામાં થયો હતો. તેમની માંનો જન્મ ઝામ્બિયા અને પિતાનો જન્મ કેન્યામાં થયો હતો.