વિકેન્ડમાં ઘણી કમાણી કર્યા પછી, દરેકની નજર બ્રહ્માસ્ત્રના સોમવારના કલેક્શન પર હતી, જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રે વીકેન્ડ પછી વીક ડેના પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.
બ્રહ્માસ્ત્ર આખરે બૉક્સ ઑફિસ પર બૉલીવુડ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બૉયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
- Advertisement -
કેટલી કરી કમાણી
અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ પહેલા દિવસે લગભગ 36 કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો અહીં નથી અટકતો પણ બીજા દિવસે આનાથી પણ વધુ વધે છે. બ્રહ્માસ્ત્ર એ બીજા દિવસે 42 કરોડનું કલેક્શન કર્યું અને રવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો હતો. બ્રહ્માસ્ત્રે ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવીને રેકોર્ડ તોડ્યો છે. બ્રહ્માસ્ત્ર ઓપનિંગ વીકએન્ડમાં 100 કરોડની કમાણી કરનાર સાતમી ફિલ્મ બની છે. તે જ સમયે, 100 કરોડની કમાણી કરનાર રણબીર કપૂરની આ બીજી ફિલ્મ છે. ફિલ્મના શાનદાર બિઝનેસથી આખી ટીમ ખૂબ જ ખુશ છે.
Brahmāstra has a FABULOUS weekend… *#Hindi* version… *#Nett* BOC…
Day 1: ₹ 31.5 cr+
Day 2: ₹ 37.5 cr+
Day 3: ₹ 39.5 cr+
Final total could be higher… #India biz.
National chains superb…
Day 1: ₹ 17.15 cr est
Day 2: ₹ 20.73 cr est
Day 3: ₹ 21.63 cr est pic.twitter.com/5HVxevmoDV
— taran adarsh (@taran_adarsh) September 12, 2022
- Advertisement -
સોમવારે કરી આટલી કમાણી
વિકેન્ડ અંતે ઘણી કમાણી કર્યા પછી, દરેકની નજર બ્રહ્માસ્ત્રના સોમવારના કલેક્શન પર છે. તે ખુશીની વાત છે કે બ્રહ્માસ્ત્રે વીકએન્ડ પછી વીક ડેના પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. સોમવારે (12 સપ્ટેમ્બર) ચોથા દિવસે, ફિલ્મે તમામ ભાષાઓમાં લગભગ 17-19 કરોડનું કલેક્શન કર્યું છે. માત્ર ચાર દિવસમાં બ્રહ્માસ્ત્રનું કલેક્શન વધીને લગભગ 137-139 થઈ ગયું છે.
View this post on Instagram
બ્રહ્માસ્ત્રનો જાદુ ઓછો નથી થઈ રહ્યો
બ્રહ્માસ્ત્ર બોલિવૂડની સૌથી વધુ નોન-હોલિડે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં વર્લ્ડવાઈડ 225 કરોડનું શાનદાર કલેક્શન કરીને ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આલિયા ભટ્ટે પોસ્ટ શેર કરીને બ્રહ્માસ્ત્રના વર્લ્ડવાઈડ વીકેન્ડ કલેક્શન વિશે માહિતી આપી છે. આ ખાસ પોસ્ટમાં આલિયાએ ફિલ્મને આટલો પ્રેમ આપવા બદલ આભાર પણ કહ્યું હતું.