ઉત્તર ગુજરાત પ્રમુખ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની અધ્યક્ષસ્થાને હિંમતનગર ની સિંધી સમાજવાડી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજ ના ભાઈઓ તથા વડીલો હિંદુ યુવા સંગઠન માં જોડાયા હતા,

સાબરકાંઠા પ્રમુખ સર્વીન ભાઈ પટેલ દ્વારા જાતિવાદ થી દુર રહી હિંદુ ધર્મ ને એક થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું,

સિંધી સમાજ ના આગેવાનો એ સંગઠન ના વિચાર સાથે જોડાવવાની વાત કરી હતી,

મેડિસ્ટાર હોસ્પિટલ માં ફરજ બજાવી રહેલા ડોક્ટર_ભગતરામ સોમાણી દ્વારા છેલ્લા ૬ મહિનાથી એક પણ રજા લીધા વિના કુલ ૬૯૩_કોરોનાગ્રસ્ત_દર્દીઓ ને સાજા કરી તેમના ઘરે પહોંચાડ્યા છે એ બદલ હિંદુ યુવા સંગઠન સાબરકાંઠા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું,

આ મીટીંગ નું આયોજન મીતુલભાઇ વ્યાસ, મનીષભાઈ કિમતાની, યતિનભાઇ વ્યાસ, પ્રફુલભાઈ સોની, કેતનભાઇ શ્રીમાળી, હિતેશભાઈ તેજવાની, અને પ્રતિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી,

મીટીંગ માં જસવંતસિંહ સોલંકી, જયપાલસિંહ રાઠોડ, રોનકભાઈ મિશ્ત્રી, મયુરભાઈ પ્રજાપતિ, મંથનભાઈ પંચાલ, રાકેશ સિંહ સુર્યવંશી, ગોપિભાઈ બારોટ, જગદીશભાઈ ભોઈ, કમલભાઈ મોદી, અને સંગઠન ના અન્ય પદાધિકારીઓ હાઝર રહ્યા હતા.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.