By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    5 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    6 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    7 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિમાચલમાં ચૂંટણી પહેલાં મફત વીજળીના વાયદા બાદ કૉંગ્રેસ સરકારે પલ્ટી મારી: નિયંત્રણો લદાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિમાચલમાં ચૂંટણી પહેલાં મફત વીજળીના વાયદા બાદ કૉંગ્રેસ સરકારે પલ્ટી મારી: નિયંત્રણો લદાયા
રાષ્ટ્રીય

હિમાચલમાં ચૂંટણી પહેલાં મફત વીજળીના વાયદા બાદ કૉંગ્રેસ સરકારે પલ્ટી મારી: નિયંત્રણો લદાયા

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કૉંગ્રેસ શાસિત હિમાચલના મંત્રીએ કહ્યું- વિદ્યુત બોર્ડના કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નથી

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13

- Advertisement -

હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે મોટા-મોટા વાયદાઓ કરનારી કોંગ્રેસ પાર્ટી પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે. હજુ તો ચૂંટણી સમયે હિમાચલ પ્રદેશના લોકોને જે 300 યુનિટ મફત વીજળી આપવાનો વાયદો કર્યો હતો તે પૂરો નથી કર્યો, ને કોંગ્રેસે હિમાચલમાં તેમની સરકાર બની તે પહેલાંથી વીજળી પર મળતી સબસિડી પર આંશિક રોક લગાવી છે. રાજ્યના કેટલાક પરિવારોને હવે 125 યુનિટ મફત વીજળીનો લાભ નહીં મળે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સુખવિંદર સુક્ખુની સરકારે મંત્રીમંડળની બેઠકમાં અનેક નિર્ણય લીધા. તે પૈકી એકમાં નક્કી કરવામાં આવ્યું કે આયકર ઉપભોક્તાઓને મફત વીજળીનો લાભ નહીં આપવામાં આવે. આ લોકોમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળથી માંડીને પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, બોર્ડના ચેરમેન, સલાહકારો, ક્લાસ 1 અને 2ના અધિકારીઓ, IAS-IPS અધિકારીઓથી માંડીને ઉદ્યોગપતિઓ સુધીના એ દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે, જેઓ ઇન્કમ ટેક્સ ભરે છે. શુક્રવારે યોજાયેલી આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ ભૂતકાળની ભાજપ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 125 યુનિટ સુધી મફત વીજળીની જોગવાઇ પર લગામ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોંગ્રેસ સરકારના મંત્રીમંડળ દ્વારા આ મામલે સર્વસહમતી દર્શાવવામાં આવી હતી.
આ મામલે મંત્રી હર્ષવર્ધન ચૌહાણે કહ્યું હતું કે, તત્કાલીન ભાજપના નેતૃત્વવાળી જયરામ ઠાકુર સરકારે જે 125 યુનિટ મફત વીજળી આપવાની શરૂઆત કરી હતી, તેનું ભારણ પૂર્વ ભાજપ સરકારની જગ્યાએ વર્તમાનની કોંગ્રેસ સરકાર માથે આવી પડ્યું છે. હાલ રાજ્યમાં વિદ્યુત બોર્ડ નાણાકીય ભીંસમાં છે. વિદ્યુત બોર્ડના કર્મચારીઓને પગાર આપવાના પણ રૂપિયા નથી. તેવામાં બોર્ડની સ્થિતિમાં સુધાર લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવો નિયમ પસાર થયા બાદ ઇનકમ ટેક્સ ભરતા લોકોને મફત વીજળીનો લાભ નહીં મળે.

સત્તામાં આવતાં પહેલાં 300 યુનિટ વીજળી મફત આપવાની કોંગ્રેસની જાહેરાત પર મંત્રીએ કહ્યું હત કે, કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ વાયદો પૂર્ણ કરવાની વાત કરી હતી, પરંતુ તેના માટે કોઈ સમય રેખા નક્કી નહોતી કરી. કોંગ્રેસે તેમ પણ નહોતું કહ્યું કે સરકાર બનતાંની સાથે જ 300 યુનિટ મફત આપી દઈશું. તેની સમય સીમા નથી. આવનારા સમયમાં ચોક્કસપણે 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવો નિયમ લાગુ થયા બાદ હિમાચલ પ્રદેશમાં આયકર ઉપભોક્તાઓ તેમજ તેના દાયરામાં આવતા લોકોને રેસિડેન્શિયલમાં 125 યુનિટ સુધીના મફત વીજળીના વપરાશનો લાભ નહીં મળી શકે. જે લોકો ઇનકમ ટેક્સ નથી ભરતા અથવા તો સામાન્ય આવક ધરાવે છે તેમને આ લાભ મળવાનું ચાલુ રહેશે. સરકારે હજુ તે પણ સ્પષ્ટતા નથી કરી કે રાજ્યમાં કેટલા ટેક્સપેયર છે અને આ નિર્ણયથી તેઓ કેટલા રૂપિયા બચાવી લેશે કે જેનાથી વિદ્યુત બોર્ડને વધુ આવક થઈ શકે.

- Advertisement -

રિપોર્ટ્સ અનુસાર, હિમાચલ પ્રદેશ રાજ્ય વિદ્યુત બોર્ડે વર્ષ 2023-24માં ₹1800 કરોડનું નુકસાન વેઠ્યું છે. બોર્ડમાં લગભગ 12 હજાર કર્મચારીઓ છે, જેને સરકાર તરફથી વાર્ષિક ₹950 કરોડની ગ્રાન્ટ મળે છે. જાણકારી મુજબ, રાજ્ય પર હાલ ₹85,000 કરોડનો બોજો છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવનારા સમયમાં હિમાચલની કોંગ્રેસ સરકાર માટે આ પરિસ્થિતિ સુધારવી એક મોટો પડકાર બની રહેશે.

You Might Also Like

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

TAGGED: CONGRESS, free electricity, HIMACHAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 25 જૂન એટલે હવેથી સંવિધાન હત્યા દિવસ
Next Article દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ: ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?