દેશનાં ટોચના અર્થશાસ્ત્રીઓનો સૂર: મોંઘવારી દર પાંચ ટકાને વટાવી જશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
દેશમાં તહેવારોનો ઉત્સાહ જામવા લાગ્યો છે તે પૂર્વે મોંઘવારી ભડકવાની આશંકા તેમાં પાણી ફેરવી શકે છે.રીટેઈલ ફૂગાવાનો દર ફરી વખત પાંચ ટકાને વટી જવાની ભીતિ છે. જે સંજોગોમાં તે કયા મહીનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી જશે દેશના ટોચના 20 ધારાશાસ્ત્રીઓના અભિપ્રાય સર્વેનાં આધારે આ ખુલાસો થયો છે.
- Advertisement -
આ પૂર્વે રીટેઈલ મોંઘવારી સળંગ બે મહિનાથી ચાર ટકાથી નીચેના સ્તરે હતી અને રીઝર્વ બેન્કનાં ટારગેટથી ઓછી રહેતા વ્યાજદરમાં ઘટાડો થવાનો આશાવાદ વ્યકત થવા લાગ્યો હતો.
સર્વેમાં સામેલ મોટાભાગનાં અર્થશાસ્ત્રીઓએ એવો સુર દર્શાવ્યો હતો કે સપ્ટેમ્બરે પુરા થયેલા મહિનાના રીટેઈલ ફૂગાવો દર 4.7 થી 5.3 ટકાની વચ્ચે રહી શકે છે. માત્ર ત્રણ જ અર્થશાસ્ત્રીઓએ ફૂગાવો પાંચ ટકાથી નીચે હોવાનું અનુમાન દર્શાવ્યુ હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તાજેતરની ધિરાણ નીતિ સમીક્ષામાં મોંઘવારી સામેની ચિંતા યથાવત રાખી હતી અને વાર્ષિક ફુગાવા પર સરેરાશ 4.5 ટકા રહેવાનું સુચવ્યુ હતું. બીજા ત્રિમાસીક ગાળામાં 4.1 ટકા, ત્રીજા માસીક ગાળામાં 4.8 ટકા, તથા ચોથા ત્રિમાસીક ગાળામાં 4.2 ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો.પ્રથમ ત્રીમાસીક ગાળામાં 4.3 ટકા રહી શકે છે.
રિઝર્વ બેન્કનાં ગવર્નર શાકાંત દાસે પણ ખાદ્યચીજોની ઉંચી કિંમત સાથે ચિંતા દર્શાવી હતી. કુદરત-હવામાનના 4.2 તથા વૈશ્ર્વીક સ્તરે ભૌગોલીક ટેન્શનને કારણે ફૂગાવા પર દબાણ ઉભુ થઈ શકે છે. છેલ્લા કેટલાંક દિવસોથી ક્રુડતેલમાં મોટી વધઘટ રહી છે.
ડુંગળી-બટેટા ચણાદાળમાં ભાવ વધારાથી મોંઘવારી પર અસર થશે. સ્ટાર્ન્ડડ ચાર્ટર્ડ અનુભુતી સહાયે પણ એમ કહ્યું કે ખાદ્યચીજોનાં ઉંચા ભાવ હજુ રિઝર્વ બેન્ક માટે ચિંતાનો વિષય છે.
શાકભાજી વધુ મોંઘા થયા હતા. જોકે ખરીફ સીઝન સારી છે. સરકાર પાસે પર્યાપ્ત બફર સ્ટોક છે. સારા વરસાદથી શિયાળુ સિઝન પણ બમ્પર રહેવાનો આશાવાદ છે. એટલે અંતિમ ત્રી-માસીક ગાળામાં મોંઘવારી ઘટી શકે છે. જાણકારોનાં કહેવા પ્રમાણે વ્યાજદર ઘટાડાનો નિર્ણય મોંઘવારી આધારીત જ રહી શકે છે.ફૂગાવો નીચો રહે તો ડીસેમ્બર કે ફેબ્રૂઆરીમાં તે શકય છે.
- Advertisement -
ડુંગળી – બટેટા – ટમેટા મોંઘા; રસોડાના બજેટ તથા રેસ્ટોરાનાં મેનુને મોટો ફટકો
ખાદ્યચીજોમાં કાયમી વપરાશમાં લેવાતા ડુંગળી-બટેટા-ટમેટા મોંઘા થતા આમ આદમીના રસોડાનાં બજેટને ફટકો પડયો છે.ઉપરાંત રેસ્ટોરા સહીતનાં સ્થાનોએ મેનુ મોંઘા થવા લાગ્યા છે.ટમેટાનાં કિલોના ભાવ 100 ને આંબી ગયા છે.ડૂંગળીનો ભાવ પણ તેની નજીક છે. વેપારીઓના કહેવા પ્રમાણે ડુંગળી મહારાષ્ટ્રથી આવે છે. ટમેટા પણ કર્ણાટકથી આવે છે અને વપરાશ તેના પર નિર્ભર છે. વરસાદના નવા રાઉન્ડની પાક બગડવાનું જોખમ સર્જાયુ છે. એટલે દિવાળી સુધી ભાવમાં કોઈ રાહત મળી શકે તેમ નથી. રોજીંદી વપરાશથી ત્રણેય ચીજો મોંઘી થવાથી રેસ્ટોરાનાં મેનુ મોંઘા થવા લાગ્યા છે. ઉપરાંત તૈયાર ગ્રેવીનુ ચલણ વધ્યુ છે. જે સસ્તી પડે છે.