જો કે પૃથ્વી શો ટૂર્નામેન્ટ રમી શકશે
પાછલા થોડા સમયથી ઈજાને કારણે મેદાનમાંથી બહાર થઈ ગયેલો ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પૃથ્વી શોનો બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ફિટનેસના આકલન માટે યો-યો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનું પરિણામ આવી ચૂક્યું છે. આ ટેસ્ટમાં હાર્દિક પંડ્યા પાસ થઈ ગયો છે તો પૃથ્વી શો ફેઈલ થયો છે. આઈપીએલમાં નવી ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળનારો હાર્દિક ટેસ્ટમાં પાસ થતાં હવે તે ગુજરાતની કેપ્ટનશિપ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. યો યો ટેસ્ટમાં પૃથ્વી શોએ પોતાની વર્તમાન ફિટનેસથી નિરાશ કર્યા છે અને તે યો યો ટેસ્ટ પાસ કરી શક્યો નથી. યો યો ક્વોલિફિકેશનનો વર્તમાન આંકડો 16.5 છે જેની સામે પૃથ્વી શો માત્ર 15નો સ્કોર જ કરી શક્યો હતો. શો અત્યારે કેન્દ્રીય કરાર મેળવતાં ખેલાડીઓમાં સામેલ નથી પરંતુ તે પોતાની ફિટનેસ અંગે જાણકારી આપવા માટે એનસીએમાં સામેલ હતો. સૂત્રોએ કહ્યું કે આ કેવળ ફિટનેસનું આકલન છે.
ફેઈલ થયા બાદ પૃથ્વી શોને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો રોકી શકાય નહી.


