ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
હાલમાં જૂનાગઢના ભવનાથ ખાતે ભારતી આશ્રમ માં ઉર્જા વિભાગ દ્વારા 17મી રાજ્ય કક્ષાની ઇન્ટર કંપની નાટ્ય અને સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેના યજમાન પદેપીજીવીસીએલ જૂનાગઢ દ્વારા ખુબજ સુંદર આયોજન કરવામાં આવેલ અને આ સ્પર્ધા માં ભાગ લેનાર વિજેતાઓને ટ્રોફીઓ એનાયત કરી સન્માન કરવામાં આવેલ.
સમગ્ર રાજ્ય માંથી આવેલા અલગ અલગ સ્પર્ધકો એ જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ સુંદર આયોજનની પ્રસંસા કરેલ અને આવુ હવે પછીનું આયોજન ફરી જૂનાગઢ ખાતે થાય તેવી ઈછા દાર્શવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર શરદ રાઠોડ અને સહાયક સચિવ જિગીષા ચાવડા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખુબજ જહેમત ઉઠાવવા માં આવેલ હતી.