ગુજરાતમાં યુસીસી લાગુ થનાર છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ કમીટી રચવાની જાહેરાત કરી હતી.
સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે. જે 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે આ પછી રાજ્યમાં UCC લાગૂ કરવા અંગે નિર્ણય કરાશે.
- Advertisement -
આજે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય હર્ષ સંઘવીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં UCC લાગૂ કરવા માટે કમિટીની જાહેરાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે. જે 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે આ પછી રાજ્યમાં UCC લાગૂ કરવા અંગે નિર્ણય કરાશે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એ કાર્ય મંત્રને અનુસરે સરકાર કામ કરે છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાને સમાન નાગરિક ધારાને અમલ કરવાનો માટે સંકલ્પ છે. ગુજરાત વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે. ગુજરાત સરકાર રાજ્યમાં લોકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાંચ સભ્યોની આ સમિતિ તમામ બાબતનો અભ્યાસ કરીને પોતાને રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે.
કમિટિમાં આ સભ્યો હશે.
- Advertisement -
સુપ્રિમ કોર્ટના નિવૃત જજ રંજના દેસાઈ – UCC કમિટી, અધ્યક્ષ
વરિષ્ઠ IAS સી. એલ. મીના – UCC કમિટી, સભ્ય
એડવોકેટ આર. સી. કોડેકર – UCC કમિટી, સભ્ય
ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર – UCC કમિટી, સભ્ય
સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ – UCC કમિટી, સભ્ય
UCC બાદ શું બદલશે?
– તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર 18 વર્ષ થશે
– પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર
– લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી
– લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ
– અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશે
– એક કરતા વધારે લગ્ન પર રોક
– પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ
– લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત
– સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક
– તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ
– મુસ્લિમ સમૂદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે