By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    7 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    7 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    7 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત ભાજપના વિવાદો હાઇકમાન્ડને પણ કઠે છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાત ભાજપના વિવાદો હાઇકમાન્ડને પણ કઠે છે!
ગુજરાતરાજકોટ

ગુજરાત ભાજપના વિવાદો હાઇકમાન્ડને પણ કઠે છે!

Khaskhabar Editor
Last updated: 2024/05/15 at 3:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ઊચ્ચ નેતાગીરી એલર્ટ, વિવાદોની હારમાળા બાદ નવા-જૂનીના એંધાણ

અત્યારે દુભાયેલા અને સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15

ગુજરાતમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકે છે. સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યું ને ભાજપનું ઘર સળગ્યું. આ વિવાદની આગ હજુ બુઝાઇ નથી. કેમકે, આ જ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડિયાને રાજકીય તાકાત બક્ષી છે. અત્યારે દુભાયેલા, સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં છે.

ભાજપનો ભરતી મેળો હોય કે પછી ઉમેદવારની પસંદગીનો મુદ્દો હોય, આ મામલો ભાજપના નેતા-કાર્યકરો માટે નારાજગીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતાં ભાજપમાં આંતરિક વિવાદો એટલી હદે વકર્યો છે કે, બધુંય શાંત પાડવામાં પ્રદેશ નેતાગીરીનો પનો ટૂંકો પડ્યો છે. આ જોતાં એટલું કહી શકાય કે, ભાજપ હાઇકમાન્ડ ગુજરાતને લઈને એલર્ટ મોડમાં છે. રાજકીય પંડિતોનું અનુમાન છે કે, હાલ ભાજપનું ઘર સળગ્યું છે. જો આ જ પરિસ્થિતિ રહી અને ચૂંટણી પરિણામમાં અવળું પરિણામ આવ્યું તો અસંતુષ્ટોને ભાવતું ભોજન મળી રહેશે. એટલું જ નહી, ભાજપનો આંતરિક જૂથવાદ બળવાનું સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં.

- Advertisement -

શિસ્તબધ્ધ ભાજપમાં જૂથવાદ ફુંફાડા મારી રહ્યો છે ત્યારે પ્રદેશ નેતાગીરી વામણી પુરવાર થઇ છે. જ્યોતિ પંડ્યાએ બંડ પોકારતાં ભાજપનું ઘર સળગ્યું અને આ જ વિવાદે કાછડિયા, રાદડિયા, લાડાણી, સુતરિયાને તાકાત બક્ષી. હવે લોકસભાની ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે વિવાદો થયા છે તે જોતાં એક વાત ચોક્કસ છે કે, ટૂંક સમયમાં ભાજપ હાઇ કમાન્ડ કંઇક નવાજૂની કરી શકે છે.

ટિકિટની રામાયણ : રંજન ભટ્ટને ટિકિટ અપાતાં ભાજપના મહિલા આગેવાન જ્યોતિ પંડ્યાએ જોરદાર વિરોધ નોધાવ્યો હતો. જેના પગલે તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદ ચગતાં ભાજપનું ઘર સળગ્યુ હતું. એટલી હદે આ વિવાદ વકર્યો કે, ભાજપે નાછૂટકે ઉમેદવાર રંજન ભટ્ટને બદલવા પડ્યા હતાં.

ભરતી મેળાનો વિરોધ : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધર્યુ હતું. કેમ કે તેમનું કહેવું હતું કે, પક્ષના આમ કાર્યકરનું સન્માન જળવાતું નથી ને પક્ષપલટુ માટે લાલ જાજમ પાથરાય છે. છેવટે તેમના મનામણાં કરવા પડ્યા હતાં.

અટકનો મામલો : સાબરકાઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર વિરૂદ્ધ અટકને લઇને ભાજપના કાર્યકરોએ પત્રિકા વોર કર્યું હતું. ઠાકોર નહીં બલ્કે આદિવાસી છે તેવું પુરવાર કરતાં ભાજપ હાઇકમાન્ડે ભીખાજી ઠાકોરને બદલવા પડ્યા હતાં. આ તમામ વિખવાદ પાછળ ભાજપના એક નેતાનો જ હાથ હતો.

પક્ષપલટુઓનો વિરોધ : ભીખાજીને ઘર ભેગા કરીને ભાજપના સ્થાનિક નેતાઓ પોતાનો ઇરાદો પાર પાડ્યો હતો. પણ ત્યારબાદ ભીખાજીના સમર્થકોએ સાબરકાઠાં-અરવલ્લી માથે લીધુ હતું. પક્ષપલટુને ટિકિટ અપાતાં એવો જોરદાર વિરોધ કરાયો કે, મુખ્યમંત્રી-ગૃહમંત્રીને મનામણાં માટે આંખે પાણી આવ્યું હતું પણ મેળ પડ્યો ન હતો.

સીડીકાંડ : આણંદ બેઠક પર ભાજપના સાંસદની સીડીનો વિવાદ એટલી હદે ચગ્યો કે, સાંસદને ખુલાસો કરવા દિલ્હી દોડી જવું પડ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓએ હાઇકમાન્ડને ફરિયાદ કરી હતી. આખરે ભાજપે એજ સાંસદને પુન: ટિકિટ આપતાં છતાંય ઘીના ઠામમાં ઘી પડ્યુ હતું.

ક્ષત્રિય આંદોલન : પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિરૂદ્ધ ટિપ્પણી કરતાં આ વિવાદે રાજકોટ પુરતી તો જ નહીં, ક્ષત્રિયો પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ ભાજપને નુકશાન વહોરવુ પડે તેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી. હજુ આ મુદ્દે ક્ષત્રિયો ભાજપની ભારોભાર નારાજ છે.

ટિકિટ બાબતે મારામારી : અમરેલીમાં નારણ કાછડિયાની ટિકિટ કપાતાં બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ખુદ પ્રદેશ નેતાગીરીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

પત્રિકા યુદ્ધ : વલસાડ બેઠક પર આયાતી ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપી દેવાતાં ભાજપના સ્થાનિક નેતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો, જેથી પત્રિકા વોર જામ્યું હતું. જેથી પ્રદેશ નેતાઓએ જૂથવાદ ઠારવા દોડી જવુ પડ્યું હતું.

મેન્ડેટની અવગણના : ઇફ્કોની ચૂંટણીએ ભાજપની આબરુ ઘૂળધાણી કરી છે. ભાજપે સત્તાવાર બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હોવા છતાંય જયેશ રાદડિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત મેળવી દેખાડી. આ ઘટના ભાજપની પ્રદેશ નેતાગીરી સામે બળવા સમાન છે.

લેટર વૉર : ચૂંટણી પૂરી થતાં જ ભાજપમાં પત્રવોર જામ્યો છે જેમકે, નારણ કાછડિયાએ ભાજપે થેન્કયૂ બોલતાય નથી આવડતુ તેને ટિકિટ આપી છે, તેમ કહીને પત્ર લખી હૈયાવરાળ ઠાલવી છે. તો અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ હરાવવા મથામણ કરી છે તેવા આરોપ સાથે પાટીલને પત્ર લખ્યો છે. તો ભરત સુતરિયાએ કાછડિયાની ટિકિટ કેમ કપાઇ છે તે મુદ્દો ઉઠાવીને પત્ર વાયરલ કર્યો છે.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ

TAGGED: BJP, Gujarat, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાધુ વાસવાણી રોડ પર ખાણીપીણીના ધંધાર્થીઓએ મચાવ્યો છે કાળો કેર!
Next Article જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 7 વિધાનસભાની સાત રૂમમાં ગણતરી થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?