By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    11 hours ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    12 hours ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    11 hours ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    12 hours ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    12 hours ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    12 hours ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    7 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ: મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાત ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ: મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ
ખાસ-ખબરગુજરાત

ગુજરાત ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ: મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ

Khaskhabar Editor
Last updated: 2025/10/17 at 2:04 PM
Khaskhabar Editor 12 months ago
Share
7 Min Read
SHARE

ભૂપેન્દ્ર પટેલના મુખ્ય પ્રધાનપદ હેઠળ આજે ગુજરાત કેબિનેટનું વિસ્તરણ પ્રથમ વખત થશે

આ પહેલા આજે મુખ્યમંત્રીએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક કેબિનેટ વિસ્તરણ પહેલાની ઔપચારિક પ્રક્રિયાનો એક ભાગ હતી.

- Advertisement -

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શુક્રવારે ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારના નવા ચૂંટાયેલા કેબિનેટને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. 16 ઓક્ટોબર, ગુરુવારે રાજ્યના 16 મંત્રીએ રાજીનામા આપ્યા બાદ આજે  (17 ઓક્ટોબર) મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

4 નેતાઓએ શપથ લીધા નહીં 

ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા નથી.

- Advertisement -

ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ જુઓ

GUJARAT GOVERNMENT LIVE UPDATES : 

ગુજરાતનાં નવા મંત્રીઓ

મુખ્યમંત્રી 

ભૂપેન્દ્ર પટેલ

નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી

કેબિનેટ મંત્રીઓ
જીતુ વાઘાણી
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
ડૉ. પ્રદ્યુમ્ન વાજા
રમણ સોલંકી

રાજ્ય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )
ઈશ્વર પટેલ
પ્રફુલ પાનસેરિયા
મનીષા વકીલ

રાજ્ય કક્ષાના મંત્રી

કાંતિલાલ અમૃતિયા

રમેશ કટારા

દર્શના વાઘેલા

કૌશિક વેકરિયા

પ્રવીણ માળી

જયરામ ગામિત

ત્રિકમ છાંગા

કમલેશ પટેલ

સંજયસિંહ મહિડા

પી. સી. બરંડા

સ્વરૂપજી ઠાકોર

રિવાબા જાડેજા

હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા 

ગુજરાતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા તેઓ સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે. તેઓ સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય છે.

નવા મંત્રીમંડળમાં 8 પાટીદાર નેતા અને ત્રણ મહિલા 

ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે.


ગુજરાતનું નવું મંત્રીમંડળ: હર્ષ સંઘવી DyCM, 5 નવા કેબિનેટમંત્રી, રાજ્ય કક્ષાના 3 મંત્રીને સ્વતંત્ર હવાલો 3 - image

નવા મંત્રીમંડળમાં 10 મંત્રીઓને સ્થાન નહીં 

ગુજરાતના નવા મંત્રીમંડળમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મૂળુ બેરા (ખંભાળિયા), કુબેર ડિંડોર (સંતરામપુર), મુકેશ પટેલ (ઓલપાડ), ભીખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી- સુરત) તેમજ જગદીશ વિશ્વકર્મા (નિકોલ)ને સ્થાન નથી અપાયું.

અર્જુન મોઢવાડિયા સહિત 19 નવા ચહેરાને સ્થાન

ગુજરાતના નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયા (પોરબંદર) સહિત કુલ 19 નવા ચહેરાને સ્થાન અપાયું છે, જે આ પ્રમાણે છે.

દર્શના વાઘેલા (અસારવા)

મનીષા વકીલ (વડોદરા શહેર)

રિવાબા જાડેજા (જામનગર ઉત્તર)

સ્વરૂપજી ઠાકોર (વાવ)

જીતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ)

કાંતિ અમૃતિયા (મોરબી)

કૌશિક વેકરિયા (અમરેલી)

રમેશ કટારા (ફતેપુરા)

ત્રિકમ છાંગા (અંજાર)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)

રમણ સોલંકી (બોરસદ)

સંજયસિંહ મહિડા (મહુધા- ખેડા)

પ્રવીણ માળી (ડીસા)

પ્રદ્યુમન વાઝા (કોડીનાર)

નરેશ પટેલ (ગણદેવી)

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર)

પી.સી. બરંડા (ભીલોડા)

કમલેશ પટેલ (પેટલાદ)

ગુજરાતમાં ઝોન પ્રમાણે ક્યાંના કયા નેતાને મંત્રીમંડળમાં સ્થાન

ઉત્તર ગુજરાત

સ્વરુપજી ઠાકોર – વાવ

પ્રવીણ માળી – ડીસા

ઋષિકેશ પટેલ – વિસનગર

પી.સી.બરંડા – ભિલોડા

દક્ષિણ ગુજરાત

ઈશ્વર સિંહ પટેલ – અંકલેશ્વર

પ્રફુલ્લ પાનસેરિયા – કામરેજ

હર્ષ સંઘવી – મજૂરા

જયરામ ગામીત – નિજર

નરેશ પટેલ- ગણદેવી

કનુ દેસાઈ – પારડી

કચ્છ-સૌરાષ્ટ્ર

ત્રિકમ છાંગા – અંજાર

કાંતિ અમૃતિયા – મોરબી

કુંવરજી બાવળિયા – જસદણ

રિવાબા જાડેજા – જામનગર ઉત્તર

અર્જુન મોઢવાડિયા – પોરબંદર

ડૉ. પ્રદ્યુમન વાજા – કોડિનાર

કૌશિક વેકરિયા – અમરેલી

પરશોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય

જીતુ વાઘાણી- ભાવનગર પશ્ચિમ

મધ્ય ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ – ઘાટલોડિયા

દર્શનાબેન વાઘેલા – અસારવા

કમલેશ પટેલ – પેટલાદ

જયસિંહ મહિડા – મહુધા

રમેશ કટારા – ફતેપુરા

મનીષા વકીલ – વડોદરા શહેર

રમણ સોલંકી – બોરસદ

રાજ્યપાલ શપથ લેવડાવશે, હાઇકમાન્ડ હાજર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

અમરેલી જિલ્લાને નવા મંત્રી મંડળમાં મળ્યું પ્રાધાન્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તેની અટકળોનો અંત આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી કોઈ એકને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવના વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલીમાં ભાજપના કાર્યકરો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કૌશિક વેકરિયાના કાર્યાલય કર્તવ્યમ પર કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.

નવા-જૂનાનો સમન્વય: ડેપ્યુટી CMની પણ ચર્ચા

મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક  છે, જેમને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેનાથી મંત્રીમંડળનું કદ વધ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

ચૂંટણી પહેલાં સંગઠનમાં નવી ઊર્જા લાવવાનો પ્રયાસ

સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

નોંધનીય છે કે, આ શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવનમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી.

You Might Also Like

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે

અમરેલીના ‘પટ્ટી નસલ’ના અશ્વ ‘મલંગ’નો અનોખો રૂઆબ !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા યોજાઈ
Next Article પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, કાયમી સંઘર્ષ વિરામનો નિર્ણય હવે તાલિબાન શાસન પર નિર્ભર : PM શરીફ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?