10 દિવસીય કાર્યક્રમમાં આરતી, સાંસ્કૃતિક મનોરંજન અને બાળકો-બહેનો માટે વિશેષ સ્પર્ધાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
KPS કલબ દ્વારા સતત પાંચમા વર્ષ ઉજવાતો ભવ્ય ‘ઉમા કા લાલ – સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતિ મહોત્સવ 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શ્રદ્ધાભક્તિ અને જશન સાથે યોજાયો. મહોત્સવમાં શહેરના અગ્રણીઓ, જાણીતા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો સહીતની મોટી સંખ્યા ઉપસ્થિત રહી.
- Advertisement -
નવા રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં યોજાયેલ પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિસ્થાપના કરવામાં આવી. પ્રથમ દિવસે બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, સનફોર્જના નાથાભાઈ કાલરીયા, એન્જલ ગ્રુપના શિવલાલભાઈ આદ્રોજા, હાઇબોન્ડ ગ્રુપના વલ્લભભાઈ વડાલીયા સહિતના મહાનુભાવોએ વિઘ્નહર્તાની આરતીનો લાભ લીધો. શુક્રવારે યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ, બાબુભાઈ ધોડાસરા, ધીરૂભાઈ ડઢાણીયા, નીપુલભાઈ ડઢાણીયા, પ્રજ્ઞેશભાઈ સુરાણી, શૈલેષભાઈ સુરાણી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. બાળકો માટે કલર કોમ્પીટીશન, વેશભૂષા સ્પર્ધા અને બહેનો માટે ટેટુ અને મહેંદી સ્પર્ધાઓ યોજાઇ, જેમાં વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દરરોજ સાંજે 7:15 કલાકે દુદાળાદેવની મહાઆરતી અને રાત્રે 9:00 કલાકે વિવિધ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમ યોજાયા. તા. 30 ઓગસ્ટના રોજ મયુર બુદ્ધદેવ ટીમ દ્વારા શ્રીનાથજીની ઝાંખી, તા. 31 ઓગસ્ટના રોજ કલબ યુવી દ્વારા બહેનો માટે રાસ ગરબા, 1 સપ્ટેમ્બરના રોજ સાંઈરામ દવેનો હાસ્ય દરબાર, 2 સપ્ટેમ્બરના રોજ કાન ગોપી, 3 સપ્ટેમ્બરના રોજ ગુણવંત ચુડાસમાનો હસાયરો, 4 સપ્ટેમ્બરના રોજ ધર્મેશ મકાતી દ્વારા વ્રજલીલાનો કાર્યક્રમ, 5 સપ્ટેમ્બર પર આરતી ડેકોરેશન, લાડુ અને રંગોળી સ્પર્ધા યોજાઇ અને 6 સપ્ટેમ્બરના રોજ વિધ્ય વિનાયક વિસર્જન સાથે મહોત્સવ સમાપ્ત થયો.
મહોત્સવના આયોજનને સફળ બનાવવા ઊંઙજ કલબના ચેરમેન સંદિપભાઈ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ઘેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઈ ભુત, યોગેશભાઈ કાલરીયા સહિતના ટીમે વિશેષ મહેનત અને પ્રયાસો કર્યા. સમગ્ર 10 દિવસીય મહોત્સવમાં સ્થાનિક પ્રજામાં ભાવભર્યો ઉત્સાહ જોવા મળ્યો અને દરેક કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભક્તિભાવ અને રંગત જોવા મળી.



