ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબનું સુંદર આયોજન
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના મહાનુભાવો આરતીનો લાભ લેશે
મોટી સંખ્યામાં બહેનો ગરબા રમીને નવરાત્રી મહોત્સવનો કરાવશે પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને બુધવારથી મોટી સંખ્યામાં બહેનો મા જગદંબાની સ્તુતિ સાથે નવરાત્રીનો પ્રારંભ કરશે. યાજ્ઞિક રોડ ઉપર ડી.એચ.કોલેજનાં મેદાનમાં આ ગોપી રાસોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને પહેલા નોરતે કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તથા મનીષભાઈ માડેકા (રોલેક્ષ કંપની) અન્ય મહાનુભાવોના હસ્તે માતાજીની આરતી થયા બાદ ઢોલની દાંડી પીટાશે.
- Advertisement -
પહેલા નોરતે ગોપી રાસોત્સવમાં અતિથિવિશેષ તરીકે પ્રથમ નોરતું તા.03/10/24 ને ગુરુવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, અરવિંદભાઈ રૈયાણી, મનીષભાઈ માડેકા, બિપીનભાઈ હદવાણી, ખોડીદાસભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્રાજ, ઇન્દુભાઇ વોરા, વેજાભાઈ રાવલીયા, રાજેશભાઈ પોબારુ, જીતુભાઈ ચંદારાણા, કેતનભાઈ મારવાડી, શિવલાલભાઈ આદ્રોજા, શશીકાંતભાઈ કોટેચા, ભાવેશભાઈ પટેલ, અર્જુનભાઈ શિંગાળા, રાજાભાઈ હિન્દુજા, જયેશભાઈ લોટીયા, નીતિનભાઈ ઢાંકેચા, મહેશભાઈ રાજપૂત, જીતુભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોળવાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, મનસુખભાઈ ભીમાણી, દિવ્યેશભાઈ રાયઠઠ્ઠા, વિનુભાઈ રામાણી, યશપાલસિંહ જાડેજા, કિશોરભાઈ કોટક, વિજયભાઈ ડોબરિયા, મુકેશભાઇ પાબારી, દિલેશભાઈ પાબારી, અમિતભાઈ ભાણવડીયા, જયેશભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ પટેલ, જયેશભાઈ શાહ, ભરતભાઈ ગાજીપરા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અને બહેનોને પ્રોત્સાહિત કરશે. આ મહેમાનોના હસ્તે ઇનામો પણ આપવામાં આવશે.
ડી એચ કોલેજના મેદાનમાં સુંદર ખુરશી પર બેઠક વ્યવસ્થા અને પારિવારિક માહોલમાં યોજાતા આ ગોપી રાસોત્સવમાં સરગમ લેડીઝ ક્લબના સભ્ય ન હોય તેવા બહેનો પણ ભાગ લઈ શકે છે. આ ગોપી રસોત્સવમાં રોજે રોજ વિશિષ્ટ મહેમાનોના હસ્તે જુદા જુદા આકર્ષક ઈનામો આપવામાં આવશે. ગુણવંતભાઈ ડેલાવાળા નાં જણાવ્યા અનુસાર, આ રાસોત્સવને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન મળી રહ્યું છે.
લેડીઝ કલબની રાસે રમતી વિજેતા બહેનોને રોજ 25 ઇનામો આપવામાં આવશે. આ ઇનામો રાજદીપસિંહ જાડેજા ( રાજાભાઈ વાવડી ) તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત બાન લેબના મૌલેશભાઈ ઉકાણી તરફથી મુખ્ય કીટ, એન્જલ પંપનાં કિરીટભાઈ આદ્રોજા તરફથી કીટ, ચોકોડેનનાં સુધીરભાઈ પંડ્યા દ્વારા ગીફ્ટ વાઉચર, ઓપ્શન શો રૂમનાં શીલાબેન ચાંદ્રાણી તરફથી ગીફ્ટ, ગીરીકન્દ્રા ફૂડસનાં રાકેશભાઈ દેસાઈ તરફથી કીટ, ગોપાલ નમકીનવાળા બીપીનભાઈ હદવાણી તરફથી ગીફ્ટ, એટ્રેકશન હેર એકેડમીના ભરતભાઈ ગાલોરીયા તરફથી વાઉચર અને આઈમેટિક આઈકેર ઓપ્ટીકલના ડો. માધવભાઈ શેઠ તરફથી ચશ્માની ગીફ્ટ આપવામાં આવશે. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, ડો. માલાબેન કુંડલીયા, ભાવનાબેન બગડાઈ અને માયાબેન પટેલ સેવા આપશે.
- Advertisement -
આ ઉપરાંત મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે. ખ્યાતનામ ગાયકો હેમંતભાઈ પંડ્યા, પ્રિયાબેન જોશી, નીલેશભાઈ પંડ્યા અને ડો. પ્રીતીબેન ભટ્ટ સેવા આપશે. એનાઉન્સર તરીકે દિનેશભાઈ બાલાસરા છે. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, ડો. માલાબેન કુંડલીયા, ભાવનાબેન બગડાઈ અને માયાબેન પટેલ સેવા આપશે. આ ઉપરાંત મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે. ખ્યાતનામ ગાયકો હેમંતભાઈ પંડ્યા, પ્રિયાબેન જોશી, નીલેશભાઈ પંડ્યા અને ડો. પ્રીતીબેન ભટ્ટ સેવા આપશે. એનાઉન્સર તરીકે દિનેશભાઈ બાલાસરા છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જ્યસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, રાજેન્દ્ર્ભાઈ શેઠ, ભરતભાઇ સોલંકી, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દ્રેત્રોજા, જગદીશભાઇ કિયાડા, મનસુખભાઇ વડુકુલ, રમેશભાઈ અકબરી, દિપકભાઈ શાહ તેમજ ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાની, ભાવનાબેન મહેતા, જ્યશ્રીબેન વ્યાસ અને બને ક્લબના 100 થી વધુ કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.