હાલમાં ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્યનાઓ દ્વારા અપહરણ/ગુમ થયેલ સગીર બાળકોને શોધી કાઢવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસધાને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડિવી. પી.એ.ઝાલા તરફથી અપહરણ/ગુમ થયેલ સગીર બાળકોને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ. એસ.એમ.જાડેજા ગોંડલ શહેર વિસ્તારમાંથી અપહરણ/ગુમ થયેલ સગીર બાળકોને શોધી કાઢવા પો.હેડ કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, વિશાલભાઇ ગઢાદરા, પ્રહલાદસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, વિનોદભાઇ લાલકીયા, જયેશભાઇ મેપાભાઇ સહિત ની ટીમ બનાવી અપહરણ/ગુમ થયેલ સગીર બાળકોને શોધી કાઢવા સુચના કરતા ઉપરોક્ત ટીમે બાતમીદારો ને સક્રીય કરી ટેકનીકલ મદદ લઇ ગોંડલ શહેરમાંથી અપહરણ થયેલ બે સગીર વયની બાળકીને શોધી અપહરણકર્તા વિનોદભાઇ રામજીભાઇ ચીત્રોડા ઉ.વ.૩૨ રહે ભગવતપરા હરભોલે સોસાયટી, અજયભાઇ રામજીભાઇ ચીત્રોડા ઉ.વ.૩૦ ભગવતપરા ક્રીષ્ના પાર્ક સોસાયટી, જયાબેન વા/ઓ રામજીભાઇ પુંજાભાઇ ચીત્રોડા ડૉ/ઓ કરશનભાઇ ગોવિંદભાઇ ચાંદીગરા ઉ.વ.૫૫ ભગવતપરા હરભોલે સોસાયટી વાળા ઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.