ગુજરાત માં દર વરસે અતિ ભારે વરસાદ પડે છે તેમાંય ધેડ વિસ્તાર નો આકાર રકાબી જેવો હોવાથી ત્યાં ના ખેડૂતોના ખેતરોનુ મોટા પાયે ધોવાણ થતા વાવેલ પાક નષ્ટ થઇ જાય છે દરેક ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે મહેનત કરે છે છતા વરસાદી પાણી ખેતરોને ધોઇ નાખે છે
ધોવાઇ ગયેલ પાકના વળતર રૂપે ખેડૂતો પાકનો વીમો ઊતરાવે છે ને દર વર્ષે પ્રિમીયમ પણ ભરે છે પરંતુ સરકાર અને વીમા કંપની વચ્ચે સંકલન ના અભાવે ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમ વીમા કંપની ચૂકવતી નથી
સને 2018 મા પણ ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ પ્રિમીયમ ભર્યા હતા તેમા થયેલા સર્વે મુજબ પાકનું 90 ટકા ધોવાણ દર્શાવેલ છે આ સર્વે આંકલન તે સમયે 20 ખેતરોમાં કરવામાં આવેલ હતું
ખેડૂતોને 90 ટકા વળતરને બદલે વીમા કંપનીએ માત્ર 14 ટકા વીમો પાસ કરતા આ વિસ્તાર ના ખેડૂતો માં સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે
આ અંગે આજે જન આંદોલન સમિતિ ના પ્રમુખ યોગેશભાઇ સામતભાઇ હુંબલ તથા હાર્દિક લીંબાણી , જય ભાટુ , વગેરે માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ
જીજ્ઞેશ પટેલ – માણાવદર