બાંદરા ગ્રામ પંચાયત સભ્ય સહિત જુગાર રમતા ૯ ઝડપાયા અને એક ફરાર

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સૂચના મુજબ ગોંડલ Dsyp પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના નવનિયુક્ત PSI એમ.જે.પરમાર તથા HC હિતુભા વાળા તથા જીતેન્દ્રસિંહ વાળા તથા વિપુલભાઇ ગુજરાતી તથા શક્તિસિંહ જાડેજા તથા PC પ્રફુલભાઈ પરમાર સહિતના ગોંડલ તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન HC જીતેન્દ્રસિંહ વાળા ને મળેલ બાતમીના આધારે કંટોલિયા થી બાદરા જવાના રસ્તે વોરકોટડા ગામની સીમમાં આવેલ આરોપી શૈલેષ રવજીભાઈ શીંગાળા ની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી કુલ ૯ શખ્સો પકડી પાડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

આરોપી : (૧) જેન્તી મોહનભાઇ મકવાણા (૨) કિરીટ રણછોડભાઈ પરમાર (૩) વિશાલ રણછોડભાઈ ઝાલા (૪) ચંદ્રકાન્ત કાંતિભાઈ વ્યાસ (૫) પ્રવીણ બીજલભાઈ મકવાણા (૬) વિશાલ મગનભાઈ પાડલીયા રહે બાંદ્રા (૭) કિશોર લક્ષમણભાઈ વેકરીયા (૮) કિશોર ઉકાભાઈ રૈયાણી રહે બાદરા (૯) નવીન વલ્લભભાઈ રૈયાણી

નાશી જનાર આરોપી નં (૧૦) શૈલેષભાઈ રવજીભાઈ શીંગાળા

રોકડ રૂ. ૩૭૫૧૦ /- તથા મોબાઈલ ફોન ૮, કી.રૂ.૧૧.૦૦૦/- કુલ મળીને રૂ.૪૮૫૧૦ /- નો મુદ્દામાલ કબ્જે