ગોંડલ વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા ત્યકતા મહિલાને તેના ભાઈએ છરી મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર ઘરકંકાસથી કંટાળી ગોંડલ આવાસ ક્વાર્ટર માં પુત્ર રહેતા અસ્માબેન ભરતભાઈ સોલંકી ઉંમર વર્ષ ૩૫ ને તેના સગાભાઇ સબીર રજાક ભાઈ કરગત્રા રહે ભગવત પરા ગોંડલ વાળા એ સાથળના ભાગે છરીનો ઘા મારી દેતા ગંભીર હાલતમાં સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 324 504 114 જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અસ્માબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના લગ્ન પાંચ વર્ષ પહેલા જેતપુરના અજમત સોલંકી સાથે થયા હતા પરંતુ ઘર કંકાસ થતા પતિને છોડી દેતા તેઓ પુત્ર સાથે ગોંડલ આવાસ ક્વાર્ટર માં રહેવા આવી ગયા હતા અને ત્યાં આશિફ સાથે પ્રેમ સંબંધ બંધાયો હોય જે તેના સગા ભાઈને પસંદ ન હોય ઘરે આવી ઝઘડો કરી છરીનો ઘા માર્યો હતો.