ગોંડલ/કોરોના ની મહામારી વચ્ચે નવરાત્રી ન યોજવા સરકારે નિર્ણય લીધો છે ત્યારે નવરાત્રી આયોજકો પણ સ્વયં જાગૃત થયા છે અને નવરાત્રી ન યોજવા નિર્ણય લઇ રહ્યા છે ત્યારે શ્રી શક્તિ ગરબી મંડળ ગ્રીન પાર્ક ગોંડલની પ્રાચીન ગરબી પણ આ વર્ષે ન યોજવા નિર્ણય લેવાયો છે. શ્રી શક્તિ ગરબી મંડળ ગોંડલ દ્વારા સતત ૨૧ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીનું આયોજન મુલતવી રાખી માત્ર માતાજીની સ્થાપના અને પૂજા અર્ચના,આરતી કરવાનો નિર્ણય લીધો છે તેમજ આ કોરોનાની મહામારીમાં જે લોકોના સ્વજનો મૃત્યુ પામ્યા છે તેઓની પવિત્ર આત્માને શાંતિ મળે અને આ કાળ રૂપી કોરોના જલ્દીથી શહેરમાંથી રાજ્યમાંથી દેશમાંથી દૂર થાય અને આવતા વર્ષે ભવ્યથી ભવ્ય આયોજન થાય એવી માતાજીને શ્રી શક્તિ ગરબી મંડળના તમામ સભ્યો દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે.