ભાજપે કોઈપણ ઉમેદવારને જીતાડવા માટે બક્ષી પંચ મોરચા ના કાર્યકરોને ટકોર કરવામાં આવી

આ લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈ આજે લીંબડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ના ભા.જ.પ બક્ષી પંચ મોરચાની બેઠક ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. વિધાનસભા ચૂંટણીમાં ગાઈડ લાઇન પ્રમાણે કામ કરવા માટે યુવાનો, વડીલો, કાર્યકરોને ટકોર કરવામાં આવી હતી, તેઓ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બક્ષી પંચની ચિંતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, જ્યારે 1990 માં બક્ષીપંચ ની શરૂઆત થઈ હતી, આ બક્ષી પંચ માં 146 સમાજ નો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ઓબીસી સમાજ ને બેઠા કરવાનું કામ ભાજપની સરકારે કર્યું હોવાનું જણાવ્યું હતું. યોજાયેલ બેઠકમાં મહેશભાઈ ચાવડા, પ્રદીપભાઈ વસ્તાણી, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ મકવાણા, હાથશાળ હસ્તકલા વિકાસ ચેરમેન શંકરલાલ દલવાડી, સુરેન્દ્રનગર જિલ્લા બક્ષી પંચ મોરચા ના મહામંત્રી, દૂધ ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, મુકેશભાઈ શેઠ, બીપીનભાઈ પટેલ, રાજુભાઇ ભરવાડ,નાનભા જાદવ તેમજ લીંબડી, સાયલા, ચુડા, તેમજ સુરેન્દ્રનગર જિલ્લાભર માંથી બક્ષી પંચના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા