ગોંડલ શહેરના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ જનરલ સેક્રેટરી રાજકોટ જિલ્લા કોંગ્રેસ કમિટી ના જયસુખભાઇ પારઘીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી માંગ કરી છે કે ગોંડલ શહેરમાં છેલ્લા 15 વર્ષથી નવા બીપીએલ કાર્ડ ઇસ્યુ કરાયેલા નથી હાલમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ચાલતી માનવ ગરીમા યોજના તેમજ વૃદ્ધ પેન્શન યોજના મા બીપીએલ કાર્ડ ફરજિયાત હોય જેથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને ઉપરોક્ત યોજનાઓનો લાભ મળતો નથી અને હાલ કોરોના ના કપરા સમયમાં જરૂરિયાત મંદ લાભાર્થી ની પરિસ્થિતિ ખરાબ હોય ઘણા સમયથી બીપીએલ સર્વે થયેલ ન હોય તેથી આ અંગે ત્વરિત નિર્ણય કરી સર્વે કામગીરી શરૂ થવી જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી અને જો તાત્કાલીક સર્વે ન થાય તો ઉપરોક્ત બંને યોજના ફરજિયાત બીપીએલ કાર્ડ ની જોગવાઈ છે તે હાલ પૂરતી મુલતવી રાખી લાભાર્થીઓને લાભ આપવો જોઇએ.