શહેરના મહાદેવ વાડી ખાતે આવેલ સિંધુભવન માં આગામી તારીખ 4 રવિવારે સવારે 8:30 થી બપોરે એક સુધી યુવાશક્તિ ગ્રુપ દ્વારા સર્વ રોગ નિદાન કેમ, ફ્રી આઈ ચેક અપ, બ્લડ ડોનેશન, સુવર્ણ પ્રાસન તથા રોજગાર એપ્લિકેશન નું આયોજન કરવામાં આવેલ છે જેનું દીપ પ્રાગટ્ય જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે અતીથી વિશેષમાં સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય ગીતાબા જાડેજા નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, નાગરિક બેંકના ચેરમેન જયંતિભાઇ ઢોલ, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, શહેર યુવા ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યુવા ભાજપ અગ્રણી જયદીપ સિંહ જાડેજા, ડો. હરિરામ સોનૈયા, ડો. મેહુલ ડોબરીયા, ડો. કૃષિત કોટડીયા, ડો. પીનલ રૈયાણી, નેત્રપાલ ગંગવાર, ઉપેન્દ્રભાઈ તિવારી હાજર રહેશે કાર્યક્રમને સફળ બનાવવા મહિદીપસિંહ જાડેજા, મયુરભાઈ સોનૈયા, તેમજ જેકીભાઈ પરમાર સહિત યુવા શક્તિ ગ્રુપના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે જેઓને શીવ ક્લીનીક આસ્થા બ્લડ બેન્ક આઈ ઓપ્ટિકલ તેમજ યોગી ડેન્ટલ કેર નો સહયોગ સાંપડી રહ્યો છે