ગોંડલ
- Advertisement -
ગોંડલ નેશનલ હાઈવે અને પંથકના રાજમાર્ગોપર જાણે યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ વારંવાર થતા અકસ્માતોમાં માનવ જિંદગી હોમાઇ રહી છે ત્યારે તાલુકાના વાડધરી કોલીથડ રોડ ઉપર ઇકો કાર બાઈક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના આસ્થા ગ્રીન સોસાયટી માં રહેતા અને ગોંડલ તાલુકાના કોલીથડ ગામેં વાણંદ ની દુકાન ધરાવતા રાકેશ અનંતરાય મજેઠીયા (ઉંમર વર્ષ 34) પોતાના બાઈક GJ03BR4042 ઉપર રાજકોટ થી કોલીથડ જઈ રહ્યા હતા ત્યારે વાડધરી ગામ પાસે માતેલા સાંઢ ની માફક દોડી આવી રહેલ ઇકો કાર GJ03EC4052 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં રાકેશ ને ગંભીર ઈજા થતા પ્રથમ ગોંડલ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ipc કલમ 279 304 એમવીએક્ટ 177 184 134 મુજબ ગુનો નદી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
અકસ્માતમાં મોતને ભેટનાર રાકેશ કોલીથડ ગામે વાળંદની દુકાન ચલાવી ઘર ગુજરાત ચલાવતા હતા બે ભાઈઓના પરિવારમાં મોટા હતા સંતાનમાં વિશ્વા (ઉંમર વર્ષ 6) પુત્રી છે, તેમજ તેના પિતા અનંતરાય મજેઠીયા વિરપુર પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ માં સેવા બજાવતા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ઘરના આધારસ્તંભ સમાન યુવાનનું અકાળે મોત નિપજતા પરિવાર દુઃખમાં ગરકાવ થયો હતો.


