આગામી 30 વર્ષમાં એન્ટાર્કટિકાનો 40 ટકા બરફ પિગળી જાય તો તેનો સૌ પ્રથમ ભોગ સમુદ્રી જીવો બને છે: ‘નેચર’માં પ્રકાશિત અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
ગ્લોબલ વોર્મીંગના કારણે એન્ટાર્કટિકાનો બરફ ઝડપથી પિગળી રહ્યો છે.આ કારણે એન્ટાર્કટિકાનાં નજીકના સમુદ્રની અંદરની ધારાઓ નબળી પડી રહી છે. આથી દુનિયાભરનાં સમુદ્રોનું જલસ્તર વધશે જ સાથે સાથે સમુદ્રી ઈકોલોજી તંત્રમાં પણ મોટુ પરિવર્તન જોવા મળશે.જર્નલ નેચરમાં પ્રકાશીત એક અધ્યયનમાં આ ચિંતા જાહેર કરાઈ છે.
- Advertisement -
અધ્યયન અનુસાર એર્ન્ટાકટિકાનો બરફ મીઠુ ઓકિસજન અને જરૂરી તત્વોથી ભરપુર છે. આ પરિસ્થિતિમા તેના ઝડપથી પીગળવાથી અહી ઉંડા સમુદ્રમાં પ્રવાહ ધીમો પડી રહ્યો છે. સમુદ્રની અંદરનો પ્રવાહ ઓછો થતાં જ ચાર હજાર મીટરથી વધુ ઉંડાઈવાળા ભાગોમાં ધારાઓનો પ્રવાહ ભવિષ્યમાં રોકાઈ શકે છે. આ કારણે ઓકિસજન અને પોષક તત્વોનો પ્રવાહ હિન્દ પ્રશાંત અને એટલાંટિક મહાસાગર સુધી રહી પહોંચી શકે.
કાર્બન ડાયોકસાઈડ વધી જશે
ઓસ્ટ્રેલીયન નેશનલ યુનિવર્સીટીનાં અધ્યયનકર્તા અને અધ્યનના સહલેખક મોરીસને જણાવ્યું હતું કે એર્ન્ટાકટિક પર થનાર પરિવર્તનની વૈશ્ર્વીક અસર થશે.કારણ કે સમુદ્રની અંદર પાણી પૂરા ગ્રહમાં પ્રવાહ કરતુ રહે છે.આની અસર સમુદ્રની અંદર જ નહીં બહાર પણ થશે. સમુદ્ર ગરમ થવા લાગશે અને વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડની માત્રા પણ વધી જશે.
40 ટકા બરફ પીગળી જશે
અધ્યયન અનુસાર જો કાર્બન ઉત્સર્જન હીલના દરે ચાલુ રહ્યું તો આગામી 30 વર્ષમાં એર્ન્ટાર્કટિકાનો 40 ટકા બરફ પાણીમાં ફેરવાઈ જશે. અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે અ ઘટનાક્રમની સૌથી પહેલી અસર સમુદ્રી જીવો પર થશે. ઓકસિજન અને પોષક તત્વોની કમીનાં કારણે તે ખતમ થઈ જશે.