ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ 2022-23 યોજાયો હતો. જેના પહેલા દિવસે પ્રદેશકક્ષાની સમૂહગીત, એકપાત્રીય અભિનય, દુહા, છંદ, ચોપાઈ, ચિત્રકલા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાની 33 પૈકી કુલ 8 કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જિલ્લાના વિજેતા કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને પોતપોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલું હતું. અહીં વિજેતા થયેલ કલાકારો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તમામ સ્પર્ધાઓમાં અંદાજે 500 કરતાં પણ વધુ કલાકારોએ ભાગ લીધેલ હતો. જ્યારે તા.23-02-2023ના રોજ હાર્મોનિયમ, વાયોલિન, કુચીપુડી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.