જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા સૂચના આપતા જૂનાગઢ તાલુકા પોલીસ સાથે કેશોદ, લોધીકા અને અરવલ્લી જિલ્લાનાના પાંચ ગુનાહમાં નાસતો ફરતો આરોપી અશોક રામ સ્વરૂપ ભગવાનરામ વરડ રહે.રાજસ્થાન જિલ્લો બારમેડ વાળને વડોદરા શહેરથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને જૂનાગઢ તાલુકા પીએસઆઇ એસ.એ.ગઢવી અને સ્ટાફે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.