દર્શિત ગાંગડીયા
ઝારખંડ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ખોફ, 100 ગુનાઓ નોંધાયા
- Advertisement -
ગેંગસ્ટર એક એવો શબ્દ જે સાંભળતા જ ભલભલાને પરસેવો વળી જાય. ભારતથી લઈને વિશ્વના લગભગ તમામ દેશોમાં ક્રિમિનલ્સની હાજરી હોય છે. સામાન્ય રીતે દરેક ગેંગસ્ટર પોતાની અલગ-અલગ માનસિકતા સાથે ઇચ્છિત ઇરાદાઓને સિદ્ધ કરવા ગુનાખોરીને અંજામ આપતો હોય છે. આજે આપણે ઝારખંડના અપરાધી અમન શાહુ વિશે વાત કરીશું કે જેને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે 11 માર્ચે એન્કાઉન્ટરમાં ઢેર કર્યો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ગેંગસ્ટર અમન સાહુ છત્તીસગઢની રાજધાની રાયપુરની જેલમાં હતો, જ્યાંથી તેને ઝારખંડની રાજધાની રાંચી લાવવામાં આવી રહ્યો હતો. દરમ્યાન અમન સાહુએ જઝજ જવાન પાસેથી ઈંગજઅજ રાઇફલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને જવાનો પર ગોળીબાર કરતા એક જવાન ઘાયલ થયો હતો. ગોળીબાર પછી, જઝઋએ વળતો પ્રહાર કર્યો અને કુખ્યાત ગેંગસ્ટરને ઠાર માર્યો હતો. ઘાયલ કોન્સ્ટેબલનું નામ રાકેશ કુમાર છે. પલામુના એસપી રેશ્મા રમેશને એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી. ઘટનાસ્થળેથી બે બોમ્બ પણ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
2013માં ગેંગ બનાવી
અમન સાહુ રાંચીના એક નાના ગામ મતબેનો રહેવાસી હતો. તેણે 12મું પાસ કર્યા પછી, ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મોબાઇલની દુકાન કરી હતી. આ સમય દરમિયાન, તે કેટલાક ગુનેગારોના સંપર્કમાં આવ્યો અને પોતાનું સામ્રાજ્ય બનાવવા માટેની સ્પર્ધામાં લાગી ગયો. ઝારખંડમાં તેની વિરુદ્ધ ખંડણી, હત્યા સહિત 100 થી વધુ કેસ નોંધાયેલા હતા. તે એક સમયે કટ્ટર નક્સલવાદી હતો અને તેણે 2013 આસપાસ પોતાની ગેંગ બનાવી હતી. અહેવાલો અનુસાર, કુખ્યાત ગેંગસ્ટર અમન સાહુની પહેલી વાર 2019 માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, 29 સપ્ટેમ્બર 2019 ના રોજ તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. 3 વર્ષ પછી જુલાઈ 2022માં પોલીસે ફરીથી તેની ધરપકડ કરી હતી.
- Advertisement -
સાંસદને ધમકી, લોરેન્સ ગેંગ સાથે જોડાણ
ગેંગસ્ટર અમન સાહુનું નામ ત્યારે વધુ ચર્ચામાં આવ્યું હતું કે જયારે તેમણે બિહારના પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળતા સાંસદે ણ-કેટેગરીની સુરક્ષા કવચની માંગણી કરી હતી. યાદવના જણાવ્યા મુજબ, એક વ્યક્તિ તરફથી અનેક ફોન આવ્યા હતા જેમાં તેમને બિશ્નોઈ વિરુદ્ધ નિવેદનો ન આપવા ચેતવણી આપવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે યાદવને ધમકીભર્યા ફોન ઞઅઊના નંબર પરથી આવ્યા હતા અને ઝારખંડના જેલમાં બંધ ગેંગસ્ટર અમન સાહુ વતી કરવામાં આવ્યા હતા. આ સિવાય સાહુના કોરબામાં ગોળીબાર બાદ, રાયપુર પોલીસે તેની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાયપુરના શંકર નગર વિસ્તારમાં એક બિઝનેસ પાર્ટનરના ઘરની બહાર ગોળીબારની ઘટના બાદ, રાયપુર પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. અમન સાહુનું નેટવર્ક ઝારખંડના વિવિધ જિલ્લાઓ જેમ કે ધનબાદ, રાંચી, રામગઢ, ચતરા, હજારીબાગ, પલામુ, લાતેહાર અને બોકારોમાં ફેલાયેલું છે. કોલસા ખાણકામ કંપનીઓ, કોલસાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાહુના રડારમાં હંમેશા રહેતા હતા. અમન સાહુનું નામ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે પણ જોડાયું હતું. એક રિપોર્ટ અનુસાર, અમન, લોરેન્સને ગુંડાઓ સપ્લાય કરતો હતો અને બદલામાં તેને હાઇટેક હથિયારો મળતા હોવાનું કહેવાય રહ્યું છે.