ક્ષ 5ેઢીનું લાયસન્સ બે મહિના માટે સસ્પેન્ડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
ગાંધીનગર સેક્ટર-26 GIDCમાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઇ છે. મનપાની ફુડ સેફ્ટી શાખાની ટીમે પોલીસ સાથે સંયુક્ત તપાસ હાથધરીને આ કરતુતનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી 213 કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે. જેનું સેમ્પલ લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ગોરખધંધો ચાલતો હતો. આ શખસો ડુપ્લિકેટ ઘીનો જથ્થો અમૂલ બ્રાંડના નામે વેચાણ કરતા હતા. પોલીસે હાલ તુંરત પાયલ ટ્રેડર્સના માલિકના દિકરાની આ મામલે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે રાજસ્થાન કનેક્શન ખુલે તેવી શક્યતા જોવાઈ રહી છે. પેઢીનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પાયલ ટ્રેડર્સને વેજફેટ બનાવવાનું લાયસન્સ હતું. સ્થળ પરથી જે ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યો છે તેમાં પ્રાથમિક તપાસમાં ઇન્ટર એસ્ટરીફાઇડ વેજફેટ, સનફલાવર તેમજ પામોલીન તેલનો ઉપયોગ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફુટ તંત્રને જણાયુ છે.
- Advertisement -
ઉપરોક્ત જથ્થાને યોગ્યમાત્રામાં ભેળવી, ગરમ કરીને તેમાં ચોખ્ખા ઘીની સુગંધ માટે એસેન્સ પણ ઉમેરવામાં આવતુ હોવાનું જણાયુ છે. સ્થળ પરથી ખાલી લેબલ વગરના ડબ્બા તેમજ વેજફેટનો જથ્થો પણ મળી આવ્યો છે. ઓર્ડર પ્રમાણે ડુપ્લીકેટ ઘી બનાવીને તેના પર અમૂલ બ્રાંડના લેબલ લગાવી માર્કેટમાં સપ્લાય કરવામાં આવી રહ્યુ હતું. 5ોલીસે ઉપરોક્ત મુદ્દામાલ ઉપરાંત ઘીને ગરમ કરવા માટેના સાધનો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં પાયલ ટ્રેડર્સને વેજફેટ બનાવવાનું લાયસન્સ હતું.આ ઉપરોક્ત ડુપ્લીકેટ ઘીનો જથ્થો મળી આવ્યા બાદ તાત્કાલીક અસરથી તેનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અમૂલ પ્યોર ઘીના લેબલ લગાવેલા 500 મીલીના 240 નંગ પાઉચ, અમૂલ પ્યોર ઘીના લેબલ લગાવેલા 15 કિલોગ્રામના પતરાના 60 કિલોગ્રામના ચાર ડબ્બા, શ્રી માખન મિશ્રી કાઉન પ્યોર ઘીના લેબલ લગાવેલા 500 ગ્રામના પ્લાસ્ટીકના 6 ડબ્બા, શ્રી માખન મીસી કાઉન પ્લોટર ઘીના 15 કિલોગ્રામના પતરાના બે નંગ ડબ્બા જપ્ત કરાયા છે.