6.30 ટકા ભૂલવાની બીમારી ડિમેન્શીયાથી પીડિત, તેની સામે મહિલાઓની સંખ્યા 9.63 ટકાગામડામાં અને અશિક્ષિત લોકોમાં આ સમસ્યા વધુ

પુરુષો ભુલકણા હોય તે સામાન્ય વાત છે પણ આ મામલે મહિલા પણ પાછળ નથી. ભારતમાં વરિષ્ઠ પુરુષોથી વધુ વરિષ્ઠ મહિલાઓ કોઈ વાત જલદી ભુલી જાય છે. તેમાં આ મામલે વધુ સંખ્યા ગ્રામીણ વસ્તીમાં છે. આખા દેશમાં ભુલવાની બીમારી મતલબ ડિમેન્શિયાની બીમારીથી પીડિત જમ્મુ-કાશ્મીરમાં વધુ લોકો છે. આ બીમારીની દ્દષ્ટિએ યુપી આઠમા નંબરે છે.

આ ખુલાસો 60 વર્ષથી વધુ વયના 28949 લોકોના અભ્યાસમાં થયો છે. તેમાં બીએચયુ, એઈમ્સ સહિત 20 મેડિકલ કોલેજ સામેલ હતી. રિપોર્ટ અનુસાર 6.30 ટકા પુરુષ ડિમેન્શિયાની ઝપટમાં હતા જયારે મહિલાઓની સંખ્યા 9.63 ટકા છે. શહેરમાં 5.98 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 8.91 ટકા લોકો ડિમેન્શિયાની ઝપટમાં છે. પ્રો. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મહિલાઓ વધુ ડિમેન્શિયાગ્રસ્ત હોવા પાછળ બે મહત્વના કારણ છે. શિક્ષણની કમી અને સરેરાશ વય વધુ હોવી. મહિલાઓ ખાન-પાન પર ધ્યાન નથી આપતી. બીમારીને લઈને સજગતાની કમી છે.

શા માટે થાય છે આ બીમારી
ભૂલવાની બીમારી મસ્તિષ્કની કોશિકાઓના જોડાણમાં ગરબડ, ઈજાના કારણે કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થવી કે પછી વધતી વયના કારણે મગજની નસોમાં સ્નિગ્ધતાની કમીના કારણે થાય છે. તેમાં લોકોની યાદદાસ્ત નબળી પડે છે. દરેક વ્યક્તિમાં આ મામલે અલગ અલગ સ્તર જોવા મળે છે. રોગની અસર એ બાબત પર નિર્ભર રહે છે કે મસ્તિષ્કનો કયો ભાગ કેટલો અસરગ્રસ્ત થયો છે.

વધતી વયની સાથે ઉંઘ ઘટવા લાગે છે. પરંતુ કમ સે કમ આઠ કલાક સૂવાનો જરૂર પ્રયાસ કરો. બાળકો સાથે ખુદને વ્યસ્ત રાખો. તેમની વાતો સાંભળો. તમારા અનુભવોની કથા સંભળાવો. સામાજીક વર્તુળ વધારો અને તેને જાળવી રાખો અને વધુને વધુ લોકો સાથે હળો મળો. યોગ, ધ્યાન કેન્દ્રમાં જોડાઓ.