ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મહારાષ્ટ્રમાં હવે નવી કાર ખરીદતા પહેલા તેના પાર્કિંગ વિષે જાણકારી આપવી જરૂરી બની છે. જો તમારી પાસે કાર પાર્કિંગની જગ્યા હોય, તો જ તમારી નવી કારની નોંધણી થઈ શકશે. મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિક કાબૂમાં રાખવા આ નવો નિયમ અમલી કર્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (ખખછ) માં વધતી જતી પાર્કિંગ કટોકટી અને ટ્રાફિકને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સોમવારે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી કાર ખરીદારો મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવેલ પાર્કિંગ જગ્યાનો પુરાવો નહીં આપે ત્યાં સુધી નવા વાહનોની નોંધણી કરવામાં નહીં આવે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (ખખછ) માં વધતી જતી પાર્કિંગ કટોકટી અને ટ્રાફિક ભીડને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
પરિવહન મંત્રીએ એ કહ્યું કે, ’ખખછમાં પાર્કિંગની ભારે અછત છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્યનો શહેરી વિકાસ વિભાગ હવે ચોક્કસ નિયુક્ત મનોરંજન સ્થળો નીચે પાર્કિંગ પ્લાઝા બનાવવાની પરવાનગી આપવા પર કામ કરી રહ્યો છે.’ સરનાયકે રાજ્યની બીજી એક મોટી યોજના, પોડ ટેક્સી નેટવર્કનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ’આ પ્રોજેક્ટ અંગે મને એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત મેં વડોદરાની પણ મુલાકાત લીધી, જ્યાં વિશ્વની પ્રથમ કોમર્શિયલ સસ્પેન્ડેડ પોડ-કાર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે.
પાર્કિંગ અલોટમેન્ટ સર્ટિફિકેટ ન હોય તો વાહનનું રજિસ્ટ્રેશન નહિ થાય
પરિવહન મંત્રી સરનાઈકે કહ્યું, ’અમે રાજ્યમાં નવા પાર્કિંગ સ્થળો બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. વિકાસના નિયમોનું પાલન કરવું જરૂરી છે અને ફ્લેટ બનાવતી વખતે બિલ્ડરોએ પાર્કિંગ જગ્યા પૂરી પાડવી ફરજિયાત રહેશે. જો ખરીદનાર પાસે મ્યુનિસિપલ બોડી તરફથી પાર્કિંગ અલોટમેન્ટ સર્ટિફિકેટ ન હોય, તો તેના વાહનનું રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે.’